ચૂંટણી ટાણે પોલીસ એલર્ટ મોડમાં:પ્રાંતિજના ઓરણ ગામ નજીકથી SOGએ ફૂલ્લીદાર બંદુક સાથે શખ્સ ઝડપ્યો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા

વિધાનસભાની ચુંટણીને લઈને પેટ્રોલિંગ દરમિયાન SOGને મળેલી બાતમીના આધારે ફૂલ્લીદાર બંદુક સાથે શખ્સને ઝડપી લીધો હતો. તેના સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે વિધાનસભાને લઈને જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાના સુચના હેઠળ SOG PI એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ SOG PSI કે.વી.ખાંટ, સ્ટાફના ભાવેશકુમાર ,કિરીટસિંહ રજનીકાંતસિંહ, અપેન્દ્રસિંહ, નિકુંજકુમાર, રોહિતકુમાર અને દશરથકુમાર પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમી આધારે પંચો સાથે ઓરણ ગામની સીમમાં નદી પાસે પહોચી ગયા હતા. જ્યાં મહેસાણાના વિજાપુરમાં રેલ્વે ફાટક પાસે રહેતા કજુરીયા સિંધી(ડફેર) મળી આવેલા, તો તેની પૂછપરછ બાદ તેના પાસેથી દેશી બનાવટની ફૂલ્લીદાર બંદુક કીંમત.રૂ.5000 હજારના મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...