હિંમતનગરના હડીયોલ રોડ પર આવેલ અજંતા રેસીડેન્સીમાં રૂ.800ના પગારે ઘરકામની નોકરી કરતા ભાઈ-બહેન સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતા હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
ઘરકામ કરનાર ભાઈ-બહેન સામે પોલીસ ફરિયાદ
આ અંગેની મળતી વિગત અનુસાર હિંમતનગરના હડીયોલ રોડ પર આવેલ અજંતા રેસેડેન્સીમાં રહેતા ખેડૂત વીરેનકુમાર રમેશકુમાર પટેલના ઘરમાં 2 ડીસેમ્બરના રોજ ઘરકામ માટે રૂ.800ના પગારે નોકરી પર આવેલ ભાઈ-બહેને ઘરના કબાટમાં મુકેલ રૂ.1.15,668નું સોનાનું મંગળસૂત્ર, રૂ.9,914ની સોનાની લેડીઝ વીંટી, રૂ.1,38,558નો સોનાનો સેટ પેન્ડલ સાથેનો, રૂ.24,300ની એક સોનાની વીંટી મળી કુલ રૂ.2,88,440ના દાગીનાની ચોરી કરી લઇ ગયા અંગે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તારાબેન અને એક પુરુષ બંને સામે ફરિયાદ નોંધાવી છે.
કબાટ ખોલતા દાગીના ગાયબ
આ અંગે મકાન માલિક વિરેનભાઈ પટેલ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે ઘરકામ માટે જરૂરિયાત હતી. જે દરમિયાન કામ શોધતા અમારા ઘરે ઘરકામ માટે આવેલા જે ભાઈ-બહેન છીએ તેવું જણાવેલ. જેથી અમે ઘરકામ માટે રૂ.800ના પગારે રાખ્યા હતા. તેઓ સવારે 9થી 10 એક કલાક કામે આવતા અને જતા રહેતા. તો 2 ડિસેમ્બરે સવારે 9થી 10ના સમયમાં ઘરકામ કરતા ભાઈ-બહેન ઘરકામ કરી જતા રહ્યા હતા. અમારે મામેરાનો પ્રસંગ હોવાથી જવાનું હતું, ત્યારે કબાટ ખોલતા દાગીના હતા નહીં. તો સામે ઘરકામ કરનારા ભાઈ-બહેન પણ બીજા દિવસે ઘરકામ કરવા આવ્યા ન હતા. ત્યારબાદ અમારે પ્રસંગ હોવાથી પ્રસંગ ગયા બાદ પૂર્ણ થયે ઘરમાં શોધખોળ કરી પરંતુ કશું ન મળતા હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.