કોઠાસૂઝ:વડાલીના કોઠણ ગામના શારદાબેન પશુપાલન થકી વાર્ષિક રૂ.10 થી 12 લાખની આવક રળે છે

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શારદાબેનને જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પણ અપાયો છે

વડાલીના કોઠણના બે ચોપડી ભણેલા શારદાબેન પશુપાલન થકી સ્વ-રોજગારી મેળવી પગભર બની નવો રાહ ચીંધી રહ્યા છે અને વાર્ષિક 10-12 લાખની આવક રળી રહ્યા છે.શારદાબેન જણાવે છે કે, એક સમયે પશુપાલનના વ્યવસાયને ગૌણ વ્યવસાય તરીકે સમજતા પશુપાલકો માટે આ વ્યવસાય આજીવિકાનો મુખ્ય સ્રોત બન્યો છે. પશુપાલન દ્વારા ખેડૂતોને વધારાની આવકની તો મળે જ છે પણ એનાથીય વધુ ખેતી માટે છાણીયુ ખાતર મળી રહે છે. મહિલાઓ ઘરની, બાળકોની જવાબદારી સાથે આ પશુપાલન કરીને આવક રળતી થઈ જાય છે

પશુપાલન થકી મહિલાઓને પોતાની જરૂરીયાતો માટે પુરૂષ સામે હાથ લાંબો કરવો પડતો નથી. ખેતી કરતાં પશુપાલનમાં આવક વધુ અને ખર્ચ ઓછો છે હાલ 22 જેટલી એચ.એફ. ગાયો અને 10 વાછરડા ત્રણ ભેંસ છે. તેના થકી તેઓ રોજનુ 250 લિટર દૂધનું વેચાણ કરે છે શિયાળામાં તેઓ દિવસનુ 300 લિટર દૂધ ભરાવે છે.

મહિને તેઓ રૂ.1.80 લાખ જેટલી આવક મેળવે છે જેમા બધો ખર્ચ બાદ કરતાં તેઓ રૂ80 હજાર નફો રળે છે જ્યારે વાર્ષિક વધારા પેટે તેમને રૂ.5 લાખ જેવો ચોખ્ખો વધારો મળ્યો હતો. શારદાબેન છેલ્લા 7 વર્ષથી પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકાર્યો છે અને સમાજે પણ સન્માન પત્રથી બિરદાવેલ છે તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પણ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...