છેતરપિંડી:તલોદમાં લિંક મોકલી રૂ. 1.39 લાખ ઓનલાઇન ઉપાડી લીધા

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી ઓનલાઇન ઉપાડી લીધા

તલોદના શખ્સે સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટના કસ્ટમર કેરનો નંબર લેવા અલગ અલગ વેબસાઈટ ખોલ્યા બાદ થોડા સમય પછી આવેલ કોલમાં હિન્દીમાં બોલતા શખ્સે લિંક મોકલી મોબાઇલની તમામ વિગતો અંગે કરી લઈ ત્રણ દિવસમાં કુલ રૂપિયા 1,39,201ના અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી ઓનલાઇન ઉપાડી લીધા હોવા અંગે તલોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તલોદની જીઆઇડીસીમાં સ્ટોર કીપર તરીકે નોકરી કરતા વિજયસિંહ રણજીતસિંહ ઝાલાએ તારીખ 10/03/23ના રોજ સાંજે પાંચેક વાગે સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટના કસ્ટમર કેરનો નંબર લેવા અલગ અલગ વેબસાઈટ ખોલી હતી અને ત્યારબાદ 5:30 વાગ્યાના સુમારે એક ફોન આવ્યો હતો કે હું સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ માંથી બોલું છું કહેતા વિજયસિંહે અમદાવાદથી રવાના થયેલ પાર્સલ હજુ સુધી મળ્યું ન હોવા અંગે જણાવતા હિન્દીમાં બોલતા શખ્સે કહ્યું હતું કે પાર્સલ હોલ્ટ થઈ ગયું છે.

તમે જે મોબાઈલ નંબર થી પેમેન્ટ કરવાના હોય તે નંબર જણાવો જેથી હું તે નંબર પર લિંક મોકલુ એમ કહ્યા બાદ લિંક મોકલી ઓપન કરાવી હતી તે પછી વિજયસિંહે લિંકમાં તમામ વિગતો ભર્યા બાદ 2 રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું અને પાસવર્ડ લખ્યા બાદ ત્રણ દિવસ દરમિયાન ટ્રાન્ઝેક્શન થઈ કુલ રૂપિયા 1,39,201 ઓનલાઇન ઉપડી ગયા હતા. વિજયસિંહે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...