ધરપકડ:સા.કાં.એલસીબીએ બે દિવસમાં ફરાર પાંચ વોન્ટેડને ઝડપી લીધા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, મારામારી, રાયોટિંગ સહિતના ગુનામાં નાસતા ફરતા હતા

સાબરકાંઠા એલસીબી શનિ-રવિવાર દરમિયાન ચૂંટણીને પગલે વિવિધ ગુનામાં વોન્ટેડ અસામાજિક અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોને પકડવા ડ્રાઈવ ચલાવવા દરમિયાન પ્રોહિબિશન, મારામારી, રાયોટિંગ સહિતના વિવિધ ગુનામાં વોન્ટેડ પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુનો આચારનાર હિંમતનગરના એક શખ્સનો સમાવેશ થાય છે. એલસીબી પીઆઇ સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પેરોલ ફ્લો વચગાળાના જામીન પર મુક્ત થયેલ જેલ ફરારી આરોપીઓ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવ શરૂ કરાઇ છે.જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

તા. 12-11-22 ના રોજ વિજયનગર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ માંગીલાલ જગારામ ચૌધરી (રહે. ચૌધરી મોહલ્લા સેમારી તા. સેમારી જિ.ઉદયપુર)ને તેના ઘેર સેમારી જઈ ઝડપી લીધો હતો. જ્યારે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને અપહરણના ગુનામાં વોન્ટેડ હર્ષસિંહ લક્ષ્મણસિંહ (રહે. ઈડર )ને હિંમતનગર ધાણધા ફાટક પાસેથી બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો.

જ્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ રાકેશ ઉર્ફે ધનિયો રાજુભાઈ પટણી (રહે. સલાટવાસ પોલો ગ્રાઉન્ડ હિંમતનગર)ને પકડી બી ડિવિઝન પોલીસને સોંપાયો હતો. તેવી જ રીતે ગાંભોઈ અને શામળાજી તથા ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ત્રણ ગુનામાં વોન્ટેડ રૂપેશ હીરાલાલજી કલાલ (રહે. ઝાંઝરી તાલુકો ખેરવાડા રાજસ્થાન) ગાંભોઈ આવ્યો હોવાની પાકી મળતા સમયસર પહોંચી જઈ ઝડપી ગાંભોઈ પોલીસને સોંપાયો હતો. જ્યારે રવિવારે એલસીબીમાં ફરજ બજાવતા સલીમભાઈ ઈકબાલ હુસેનને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો વોન્ટેડ તોહિદશા ઉર્ફે તોફીકશા બાબુલશા દિવાન કીફાયતનગરમાં અમરુદ્દીન અન્સારીના મકાનમાં રહેતો હોવાની માહિતી મળતા તેને પકડીને બી ડિવિઝન પોલીસને સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...