ઇડરના સાબલવાડ ગામની પરિણીતાને પતિએ કામકાજ માટે તેમજ તારે છોકરો થતો નહીં કહીં મ્હેણા ટોણા મારીને રૂ. 3 લાખ દહેજ માંગતા ઇડર પોલીસ સ્ટેશનમાં બે સામે વિરૂદ્વ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ઇડરામ રમલેશ્વર તળાવ પાસે રહેતા પ્રતાપભાઈ મગનભાઈ ઠાકોરની દીકરી કંચનબેનના લગ્ન સાબલવાડ ગામના જયેશભાઇ સાથે થયા હતા અને લગ્નનાના બે વર્ષ બાદ ઘર કામકાજના બહાને પતિ અવારનવાર ઝગડો કરી અપશબ્દો બોલતા હતા
તથા કૈલાશબેન પણ કંચનબેનને મ્હેણા ટોણા મારતા હતા કે તારે બે છોકરીઓ છે પણ છોકરો થતો નથી અને જયેશભાઇની ચઢામણી કરતા જયેશભાઇએ કંચનબેનને લાપટ ઝાપટ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. કંચનબેન 8 મહિના પછી પતિ જયેશભાઇના ઘરે સાબલવાડ ગામે કપડા લેવા ગયા હતા ત્યારે જયેશભાઇએ કંચનબેનને કપડાં લેવા ઘરમાં જવા દીધા ન હતા અને માર મારવા દોડી આવી અપશબ્દો બોલી રૂ. 3 લાખ દહેજની માંગી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપતાં કંચનબેને ઇડર પોલીસ સ્ટેશનમાં પતિ જયેશભાઇ અને કૈલાશબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.