શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા વર્ણીન્દ્રધામ પાટડી દ્વારા હિંમતનગરને આંગણે સંતો કે સંગ આત્મીય શાકોત્સવ ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ, હરિભક્તો સહિત મોટી સંખ્યામાં ભકતો હાજર રહ્યા હતા.
હિંમતનગરને આંગણે સંતો કે સંગ આત્મીય શાકોત્સવ યોજાયો
આ પ્રસંગે સુપ્રસિદ્ધ નીલકંઠધામ પોઇચાથી પધારેલા વક્તા શાસ્ત્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામી તેમજ પૂ. કૃષ્ણસેવાદાસજી સ્વામીએ યુવાનો વ્યસન મુક્ત રહી, માત પિતાની સેવા કરે, બાળકોમાં સંસ્કારનું ઘડતર થાય, દેશભક્તિની ભાવના વધે એ વિશે રસાળ શૈલીમાં સત્સંગ લાભ આપેલ. યુવાનો અને બાળકોએ શિક્ષણ અને સંપત્તિની સાથે સંસ્કારની મહત્વતા એ વિષય ઉપર ખૂબ જ સુંદર પ્રેરણાદાયી રૂપક રજૂ કર્યુ હતુ. જે નિહાળી શ્રોતાજનો પ્રભાવિત થયા હતા. સેવાઓને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગુરુકુલના નિર્માણ માટે અતુલ્યમ વાટીકા હિંમતનગર ખાતે સંપાદિત જગ્યામાં ભૂમિદાનના દાતાઓને સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા પૂ. વર્ણીસ્વરૂપદાસજી સ્વામી, પૂ. કૃષ્ણવત્સલદાસજી સ્વામી, પૂ. અખિલેશ્વરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યુવાનોએ સેવા બજાવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી
સાબરકાંઠા જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવેલ છે. ત્યારે પોશીના, લાંબડીયા, વિજયનગર, ખેડબ્રહ્મા સહિતના અંતરીયાળ વિસ્તારમાં ઢોલના નાદ સાથે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી. ખેડબ્રહ્મા અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા માટે વહેલી સવારથી ભકતો દર્શન કરવા ઉમટી પડયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે કેટલાક ગામડાઓમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો કેટલાક ગામડાઓમાં પડતર દિવસ રાખવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના લોકોમાં હોળી પર્વની ઉજવણી કરવા માટે ખુબજ ઉત્સાહ જોવા મળે છે. ત્યારે વાલરણ સહિતના ગામોમાં પરંપરાગત ઢોલના નાદ સાથે નૃત્ય કરી હોળી પર્વની ઉજવણી કરી હતી. ખેડબ્રહ્મા અંબાજી માતાજીના મંદિરે પૂનમના દિવસે દુર દુરથી માઇ ભકતો દર્શન માટે આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.