મોડાસાની સંજીવની હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવેલ પીએમજેએવાય યોજનાના લાભાર્થી પાસેથી અગાઉ રૂપિયા 30,000 કરતાં વધુ વસૂલાયા હોવાની ફરિયાદ ઉઠતાં જેના ભાગરૂપે 13 ફેબ્રુઆરીએ ડિસ્ટ્રિક્ટ ગ્રેવીએન્સ એન્ડ રીડ્રેસલ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં સંજીવની હોસ્પિટલને તાત્કાલિક અસરથી પીએમજેએવાય યોજનામાંથી રજિસ્ટ્રેશન રદ કરી ડીએમ્પેનલ કરતાં ચકચાર મચી ગઈ હતી.
મોડાસાની સંજીવની હોસ્પિટલની સરકારની પીએમજેએ વાય યોજનાં અંતર્ગત નોંધણી કરાયેલી હતી જોકે સરકારની યોજના અંતર્ગત હવે દર્દીઓ ₹10,00,000 સુધીની નિ:શુલ્ક સારવાર મેળવી શકે છે ત્યારે સંજીવની હોસ્પિટલ દ્વારા અગાઉ પીએમજેએ વાય યોજના અંતર્ગત ના દર્દીઓ પાસેથી રૂપિયા 30,000 કરતાં વધુ રકમ વસૂલાઇ હોવાની ઓનલાઈન ફરિયાદ ઉઠી હતી. જેના ભાગરૂપે અગાઉ આ હોસ્પિટલ ને આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ નોટિસ પણ ફટકારાઇ હતી. તાજેતરમાં તા. 13 ફેબ્રુઆરીએ ડિસ્ટ્રિક્ટ ગ્રેવીએન્સ એન્ડ રીડ્રેસલ કમિટીની કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
જેમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરેલ ફરિયાદ તથા રજૂ કરેલ આધાર પુરાવા ધ્યાને રાખીને તથા રિપ્રેઝન્ટેટીવ સંજીવની હોસ્પિટલ મોડાસાની રજૂઆત પણ સાંભળવામાં આવી હતી. જેમાં દર્દીના સગા પાસેથી પીએમજે એવા યોજના અંતર્ગત લાભ આપવાના બદલે પૈસા વસૂલવામાં આવ્યા હોવાનું ફલિત થતાં આ કમિટી દ્વારા સંજીવની હોસ્પિટલ મોડાસાને તાત્કાલિક અસરથી સરકારની પીએમજેએવાય યોજનામાંથી નોંધણી રદ કરી ડીએમ્પેનલ કરવાનો જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હુકમ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.