પાણીની સમસ્યા ભૂતકાળ બનશે:સાબરકાંઠાનું હરણાવ જળાશય 100 ટકા ભરાયું, સપ્તેશ્વર સાબરમતીમાં ગણેશ વિસર્જનને લઈને લોકો ઉમેટ્યા

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લામાં 12 દિવસથી વરસાદે વિરામ લીધો છે, તો બીજી તરફ જળાશયોમાં પાણીની આવકનું પ્રમાણ છે. ત્યારે 12 દિવસ બાદ વિજયનગરનો હરણાવ જળાશય 100 ટકા ભરાયો છે. આમ જીલ્લામાં બીજું જળાશય 100 ટકા ભરાયું છે, જેને લઈને અગામી દિવસોમાં ખેતીના પાણીમાં અને પીવાના પાણી માટે તકલીફ નહીં પડે. ગત વર્ષે 64 ટકા જળાશય ભરાયું હતું તો બે વર્ષ બાદ હરણાવ જળાશય 100 ટકા ભરાયો છે. ઈડરના સપ્તેશ્વરની સાબરમતી નદીમાં આજે ધરો આઠમને લઈને જીલ્લામાંથી ગણેશ વિસર્જન માટે લોક જુવાળ ઉમટ્યો છે. નદીમાં પાણીને લઈને સ્વીમીંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા છે.

આ અંગે વિજયનગરનો હરણાવ જળાશય સેક્શન ઓફિસર અક્ષર ભુરીયાએ જણાવ્યું હતું કે, ત્રણ દરવાજા વાળો જળાશય છે. જેમાં બે વર્ષ બાદ 100 ટકા ભરાયો છે, જેને લઈને 765 MCFT પાણીનો સંગ્રહ થયો છે. તો હરણાવ નદીમાં પાણી નાખી વિજયનગરના મામરેચી વિયર પરથી સાડા છ કિમી લાંબી કેનાલ, આંતરસુબ્બા પાસે બૃહદ ચેકડેમ થકી 4.8 કિમી લાંબી કેનાલમાં અને ખેડ્બ્ર્હામાં નાકા ગામથી છાપરા વિયર થકી 9 કિમી લાંબી મેઈન કેનાલમાં સિંચાઈ માટે પાણી નાખવામાં આવે છે. ત્યારે હવે ખેડબ્રહ્માના 12થી અને વિજયનગર 8થી વધુ ગામોને સિંચાઈ માટે પાણી આપી શકાશે. જળાશય ભરાવવાથી પરોક્ષ રીતે નદી કિનારા અને જળાશય આસપાસના ગામોના અને ખેતરોના બોરકુવાના પાણીના તળ ઊંચા આવશે.

સાબરકાંઠા જીલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે પણ પ્રમાણ ઓછુ થયું છે. 81 ટકા ભરાયેલ ગુહાઈમાં 50 કયુસેક, હાથમતીમાં 619 કયુસેક આવક અને 619 કયુસેક જાવક, 96 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજમાં 550 કયુસેક આવક અને 550 કયુસેક જાવક, 100 ટકા ભરાયેલ હરણાવમાં 30 કયુસેક આવક, 66 ટકા ભરાયેલ ખેડવામાં 200 કયુસેક પાણીની આવક અને 200 કયુસેક પાણીની જાવક થઇ રહી છે.

ઇડરના સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં હાલમાં ધરોઈ ડેમમાંથી પાણીની આઠ હજાર કયુસેક પાણીની આવક છે. તો તેની સામે આઠ હજાર કયુસેક પાણી નદીમાં વહી રહ્યું છે. જેને લઈને સાબરમતી નદીમાં પાણી છે તો બીજી તરફ આજે આઠમ હોવાને લઈને ગણેશ વિસર્જન માટે તાલુકા અને જીલ્લા ભરમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે. વિસર્જન કર્યા બાદ નદીના પાણીમાં નાહવા લાગ્યા છે જેને લઈને નદી કિનારો માનવ મહેરામણથી ઉભરાયો છે.

અન્ય સમાચારો પણ છે...