આંદોલનની ચીમકી ઉચ્ચારી:સાબરકાંઠામાં ગ્રેડપે સહિતની પડતર માંગણીઓને લઈને 8મી ઓગષ્ટથી 602 આરોગ્ય કર્મી હડતાળ પર ઉતરશે

સાબરકાંઠા (હિંમતનગર)2 દિવસ પહેલા
  • જીલ્લાવિકાસ અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપી જાણ કરી

સાબરકાંઠા જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ચાર વર્ષથી ગ્રેડ પે સહીત ત્રણ મુખ્ય પડતર માંગણીઓને લઈને 8મી ઓગષ્ટથી અચોક્કસ મુદતની હડતાલ પર 602 કર્મચારીઓ જશે. જેને લઈને કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી જાણકારી આપવામાં આવી હતી.

ચાર વર્ષથી પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરશે
મળતી માહિતી મુજબ સાબરકાંઠા જીલ્લાના આઠ તાલુકામાં 47 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 192 સબ સેન્ટરમાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર્સ, ફીમેલ હેલ્થ વર્કર્સ, મલ્ટી પરપઝ હેલ્થ સુપરાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર, તાલુકા હેલ્થ સુપરાઈઝર, તાલુકા હેલ્થ વિજીટર જેઓ ઘરે ઘરે જઈને આરોગ્ય લક્ષી કામગીરી અને સેવાઓ આપે છે. તેમજ 1 થી 5 વર્ષના બાળકોનું વેક્સીનેશન, કોવીડ વેક્સીનેશન, સ્કુલમાં વિધાર્થીઓને વેક્સીનેશન, મેલેરિયા, ડેન્ગ્યુ જેવી સર્વેલન્સની કામગીરી કરતા 602 કર્મચારીઓ 8 મી ઓગષ્ટના રોજ સોમવારથી ગ્રેડપે સહિતની મુખ્ય ત્રણ માંગણીઓ ચાર વર્ષથી પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરશે. જેને લઈને સાબરકાંઠા જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ધ્વારા પ્રમુખ આશિષ બારોટ, મુખ્ય કન્વીનર વિશાલ પરમાર, મહામંત્રી પીયુષ પટેલ સહીત પ્રતિનિધિઓએ હિમતનગરમાં જીલ્લાવિકાસ અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપી જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...