કોરોના અપડેટ:સાબરકાંઠા જિલ્લામાં 136 દિવસ બાદ સૌથી વધુ 8 કેસ, જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 14

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 07 અને ઇડરમાં 01 સંક્રમિત

સાબરકાંઠા જિલ્લામાં 136 દિવસ બાદ એક દિવસમાં સૌથી વધુ 08 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વત્તા ઓછા અંશે ફરી એકવાર કોરોનાની દહેશતના ભણકારા વાગી રહ્યા છે જો કે સવા મહિનાથી ચાલુ થયેલ ચોથા વેવમાં હોસ્પિટલાઇઝેશન અને મોર્ટાલીટી રેટ ઝીરો હોવાની બાબત રાહતરૂપ બની રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ગત 17 ફેબ્રુઆરીએ સૌથી વધુ 14 કેસ નોંધાયાના સાડા ચાર મહિના બાદ છેલ્લા 24 કલાક દરમિયાન હિંમતનગર શહેર અને તાલુકામાં 7 કેસ તથા ઇડર તાલુકામાં એક કેસ મળી કુલ 8 નવા કેસ નોંધાયા છે નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં 2 જૂનથી ફરીથી નિયમિત અંતરાલે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.

આરોગ્ય વિભાગના એપેડેમીક ઓફિસર ડોક્ટર પ્રવીણ ડામોરે વિગત આપતા જણાવ્યું કે હિંમતનગર શહેરના બ્રહ્માણીનગરમાં 22 વર્ષીય યુવાન શક્તિ નગરમાં 23 વર્ષીય યુવતી જૂની સિવિલમાં 17 વર્ષીય કિશોર તથા જીતોડ ગામમાં ત્રીસ વર્ષે મહિલા દેસાસણ ગામમાં 28 વર્ષીય યુવતી ગાંભોઈ માં 71 વર્ષીય વૃદ્ધ આને ઈડર તાલુકાના દાવડમાં 36 વર્ષીય પુરુષનું 12 જુલાઈએ સેમ્પલ લેવામાં આવ્યું હતું.

જેનો બુધવારે પોઝિટિવ રિપોર્ટ આવતા અને હાલની સ્થિત સ્ટેબલ હોઇ હોમ આઈસોલેટ છે અને તમામ આઠ દર્દીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમણે ઉમેર્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન 05 દર્દીઓ કોરોના મુક્ત બનતા હિંમતનગર તાલુકામાં 11 અને ઇડર તાલુકામાં 03 મળી જિલ્લામાં કુલ 14 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...