ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નો કાર્યક્રમ જાહેર થતા પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયાઓની તૈયારીઓ અને કરવામાં આવેલી કામગીરીનું ચીફ ઇલેક્શન ઓફિસર સી.ઈ.ઓ. ગાંધીનગર દ્વારા આજે જિલ્લાના ચૂંટણી અધિકારીઓ ખર્ચના ઓબ્ઝર્વેર અને જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે મુરલીકુમાર દ્વારા પી. ભારતી મુખ્ય નિર્વાચન અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી અંગેની તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.
કામગીરીનો રિવ્યુ કરાયો
પ્રથમ કચ્છ જિલ્લાની વિધાનસભા મતવિસ્તારથી સમીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સર્વેલન્સ ટીમો, એફ. એસ.ટી, સી-વીજીલ કમ્પલેન એમ.સી.સી. તથા કેસ ટ્રાન્જેક્શન અને ખર્ચ ઉપર દેખેરેખ રાખતા નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનો રિવ્યુ કરવામાં આવ્યો હતો.
વિવિધ અધિકારીઓ હાજર રહ્યાં
આ સંદર્ભમાં સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી અધિકારી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં કેન્દ્ર દ્વારા મૂકવામાં આવેલા પ્રાંતિજ-હિંમતનગરના ખર્ચ ઓબ્ઝર્વર વિનીત કુમાર તથા ખેડબ્રહ્મા ઇડરના ખર્ચ ઓબ્ઝર્વર મુનિશ રાજાની અને ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી દિપ્તીબેન પ્રજાપતિ અને જિલ્લામાં નિયુક્ત કરાયેલા નોડલ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીએ કામગીરી અંગેનો ચિતાર આપ્યો
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અને ખેડબ્રહ્મા સંવેદનશીલ મત વિભાગ અને રાજસ્થાન બોર્ડર વિસ્તારને સ્પર્શતો વિસ્તાર અંગે નાકાબંધી અને ચેકપોસ્ટ તથા પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. સી.સી.ટી.વી. સર્વેલેન્સ લીકર, રેડ, અને જી.પી.આર.એસ. ટ્રેકિંગ સ્ટેટેસ્ટિક સર્વેલેન્સ સી.વીજીલ દ્વારા કમ્પલેન ફરિયાદનું નિરાકરણ રિપોર્ટિંગ અંગે સમગ્ર ચૂંટણીલક્ષી તૈયારીઓ અને કામગીરી અંગેનો ચિતાર આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.