રાહત:શાકભાજીમાં કિલોએ રૂ. 20 થી 30 નો ઘટાડો, લગ્નસરાના કારણે શાકભાજીની માંગમાં ઘટાડો થયાનું કારણભૂત

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવાળી બાદ એકંદરે શાકભાજીના ભાવમાં તેજી જોવા મળ્યા બાદ છેલ્લા ચાર - પાંચ દિવસથી શાકભાજીના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે અને પ્રતિકિલો રૂ.20 થી 30 જેટલા ભાવ ઘટતાં ગૃહિણીઓ વત્તા ઓછા અંશે રાહત અનુભવી રહી છે અને શાકભાજીના વેપારીઓના જણાવ્યાનુસાર હજુ પણ ભાવ ઘટશે.

દિવાળી અને ત્યારબાદ શાકભાજીના ભાવ સતત ઊંચા રહ્યા હતા શિયાળામાં શાકભાજીનું વાવેતર વધતા છતાં અને શાકભાજીની આવક વધવા છતાં ભાવ ઊંચકાયેલા રહ્યા હતા ત્યારબાદ ગરમી અને ઓછી આવક થઇ રહી હોવાના કારણે શાકભાજીના ભાવ ઊંચા રહ્યા હતા. છેલ્લા છએક માસથી શાકભાજીના ભાવમાં અસહ્ય મોંઘવારીથી ગૃહીણીઓ હાલાકીમાં મુકાઇ હતી.

શિયાળાની સિઝનમાં પણ શાકભાજીના ભાવ રૂ.50 થી 120 સુધી પહોંચી ગયા બાદ હાલમાં શાકભાજીના ભાવમાં પ્રતિકિલો સરેરાશ રૂ.20 થી 30 નો ઘટાડો થયો છે. રૂ.60 થી 70 પહોંચેલા રીંગણ અત્યારે રૂ.15-20 માં તેવી જ રીતે કોબીજ રૂ.15 -20, દૂધી રૂ.10, ડુંગળી રૂ.15, ગવાર રૂ.20 ની આસપાસ મળતા થતાં ગૃહીણીઓ એકંદરે રાહતનો અનુભવ કરી રહી છે.

અસહ્ય મોંઘવારીમાં શાકભાજીના ભાવમાં થયેલ ઘટાડાએ મધ્યમવર્ગીય પરિવારો માટે બુસ્ટરનું કામ કર્યું છે. હિંમતનગર શાકમાર્કેટના વેપારી પ્રવિણભાઇ સગરે જણાવ્યુ કે શાકભાજીના ભાવમાં સરેરાશ 20 થી 30 રૂ.નો ઘટાડો થયો છે હાલમાં લગ્ન સિઝન ચાલી રહી હોવાથી ભાવમાં ઘટાડો થયો છે અને આવનાર સમયમાં હજુ ભાવ ઓછા થશે.

શાકભાજીના ભાવ કિલોએ

ટામેટા50-60
ગવાર20
ગીલોડી30-40
ગલકા15-20
ચોળી60-70
ચોળા40-45
ધાણા40-60
રીંગણ15-20
કોબીજ15-20
દૂધી10
ફુલાવર50-65
મરચા35-45
લીલી ડુંગળી50
ડુંગળી15-16
બટાકા15-20
કારેલા30-45
પરવર50-60
આદુ40-50
લીંબુ130-150
બીટ15-25
શીમલા મરચા50-70
કાચીકેરી40-50
વટાણા110
અન્ય સમાચારો પણ છે...