હિંમતનગરમાં સાર્વત્રીક વરસાદ:મોતીપુરા વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસતા રોડ પાણી ભરાયા; ખાડા અને ગટરમાં કાર ફસાઈ, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

સાબરકાંઠા (હિંમતનગર)5 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી પાચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો ખેડબ્રહ્મામાં પોણો ઇંચ, પોશીના,વડાલી, વિજયનગર અને તલોદમાં વરસાદના ઝાપટા પડ્યા હતા.બીજી તરફ હિમતનગરના કેટલાક વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો.

2 કલાક મેઘરાજા મનમૂકીને વરસ્યા
હિમતનગર શહેરમાં ગુરુવારે વહેલી સવારે મહાવીરનગરથી મોતીપુરા સુધી વરસાદ વરસતા ક્યાંક રોડ ભીના તો ક્યાંક રોડ પર પાણી ભરાયા હતા. મોતીપુરા વિસ્તારમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને પસાર થતો અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયું હતું. જેને લઈને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. તો કરેલા ખાડા અને ખુલ્લી ગટરો પાણીમાં એક સમાન થતા વાહન ફસાવવાના બનાવો સામે આવ્યા હતા. તો ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી. જેને લઈને નુકસાન થવા પામ્યું હતું.

સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા
બીજી તરફ વેપારીઓ અને દુકાનદારો પાણી ભરાતા પરેશાન થયા હતા. વરસાદ જયારે પડે ત્યારે પાણી ભરાઈ જાય વાહન ચાલકોને વાહન ફસાઈ જાય ત્યારે આર્થિક નુકસાન તો ગટરમાં પડી જાય તો શારીરિક નુકસાન વેઠવાનો વારો આવે છે, પરંતુ ટોલમાં કોઈ નુકશાન નથી આવતું. નેશનલ હાઈવે પર કોઈ સવલત નહિ ટ્રાફિક જામ અને નુકસાન થાય છતાં નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ટોલ બંધ નથી કરવામાં આવતો અને ટોલ લઈને કોઈ સલવત પણ નથી આપવામાં આવતી. નઠારું તંત્રને પણ રજુઆતો છતાં કોઈ કાર્યવાહી નહિ થતા વિસ્તારના દુકાનદારો અને વેપારીઓ પણ ભાગી પડ્યા છે અને સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.​​​​​​​ સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા 20 મીમી,તલોદ 03 મીમી,પોશીના 07 મીમી,વડાલી 07 મીમી અને વિજયનગરઅમ 07 મીમી વરસાદ નોંધાયો હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...