ઇડર તાલુકાના રેવાસ ગામના શખ્સને હું બેંક ઓફ બરોડામાંથી મેનેજર બોલું છું તમારું એકાઉન્ટ સીલ કરવામાં આવી રહ્યું છે. જો એકાઉન્ટ ચાલુ રાખવું હોય તો તમારા મોબાઇલમાં જે ઓટીપી આવે તે મને કહો તેવું કહીને સાત વખત ઓટીપી મેળવી ફુલ રૂપિયા 48000 ઉપાડી લઈ ગેરંટર આપવો પડશે તેમ કહી દીકરીના ખાતામાંથી પણ રૂપિયા 20,000 ઉપાડી લઈ છેતરપિંડી આચરતા ઇડર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ઇડર તાલુકાના રેવાસ ગામના નરેન્દ્રભાઈ કડવાભાઈ તીરગર ઉપર તારીખ 16/03/23 ના રોજ બપોરે 1:00 વાગ્યાના સુમારે ફોન આવ્યો હતો અને હિન્દીમાં બોલતા શખ્સે હું બેન્ક ઓફ બરોડામાંથી મેનેજર બોલું છું તમારું એકાઉન્ટ સીલ કરવામાં આવી રહ્યું છે જો એકાઉન્ટ ચાલુ રાખવું હોય તો તમારા મોબાઇલમાં જે ઓટીપી આવે તે મને કહો તેમ કહેતા નરેન્દ્રભાઈએ એક પછી એક સાત જેટલા ઓટીપી આપ્યા હતા.
આ દરમિયાન તેમના ખાતામાંથી રૂપિયા 48000 કપાઈ ગયા હતા થોડી જ વારમાં ફરીથી આ શખ્સનો ફોન આવ્યો હતો અને તમારે તમારું એકાઉન્ટ બંધ ન થાય તે માટે ગેરંટર આપવો પડશે તેમ કહેતા નરેન્દ્રભાઈએ હિંમતનગર તાલુકાના લાલપુર ગામે રહેતી તેમની દીકરીનો નંબર આપ્યો હતો અને કોન્ફરન્સમાં વાત પણ કરાવી હતી થોડીવાર પછી ખબર પડી હતી કે તેમની દીકરીના એકાઉન્ટમાંથી પણ રૂપિયા 20,000 ઉપડી ગયા હતા પોલીસે કુલ રૂપિયા 68,000ની ઓનલાઈન છેતરપિંડી અંતર્ગત ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
વેપારીના ખાતામાંથી બેંકે 5500 કાપી દેતા રિઝર્વ બેંકમાં રજૂઆત
હારિજ હાઇવે પર બાઇક નો શોરૂમ ધરાવતા ભૈરવ ઓટો સેલ્સ સર્વિસના માલિક પુષ્પક ભાઈ મંગેશભાઈ ખત્રીના એક્સીસ બેંકના કરંટ ખાતામાં ત્રણ માસ અગાઉ રૂ.5500 જમા હતા પરંતુ કોઈ કારણસર એકાએક બેંકે માઈનસ કરી રૂ.2700 માઇનસમાં બતાવ્યા હતા. આ જોઈ વેપારીએ બેંકમાં રજુઆત કરતાં બેન્ક મેનજર છેલ્લા બે માસથી રજા ઉપર હોઈ કોઈ સાંભળતું નહોતું જેના કારણે વેપારીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અમદાવાદ ખાતે લેખિત રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.