• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Representation Of MP To Central Government Regarding Slow Progress Of Work On National Highway; A Team Of National Highway Authority Rushed From Delhi

સાંસદના એક પત્રથી અધિકારીઓ દોડતા થયા:નેશનલ હાઇવેના મંથરગતિએ ચાલી રહેલા કામ બાબતે સાંસદની કેન્દ્ર સરકારમાં રજૂઆત; નેશનલ હાઇવે ઓથોરીટીની ટીમ દિલ્હીથી દોડી આવી

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવેના મંથરગતિએ ચાલી રહેલા કામ બાબતે સ્થાનિક સાંસદ સભ્ય દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાથી લઈને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ બુધવારે દિલ્હીથી સાબરકાંઠા દોડી આવ્યા હતા અને રોડના કામનું નિરક્ષણ કરી સાંસદ સાથે બેઠક કરી હતી.

અધિકારીઓએ રોડના કામનું નિરક્ષણ કરી સાંસદ સાથે બેઠક કરી
અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવેનું ફોરલેનમાંથી સિક્સલેનમાં રૂપાંતરણની કામગીરી થઈ રહી છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. સાથે સાથે હલકી ગુણવત્તાનું કામ કરતા હોવાને લઈ સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે. તો વારંવાર પરેશાન લોકો રોડ ચક્કાજામ કરે છે. જેને લઈને સ્થાનિકો અને સ્થાનિક આગેવાનો દ્વારા સાંસદ સભ્યને અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે સાંસદ સભ્યે કેન્દ્ર સરકારમાં લેખિત જાણ કરતાં દિલ્હીના અધિકારીઓ સાબરકાંઠા દોડી આવ્યા હતા અને હાઇવેનું ચાલી રહેલી કામનું નિરીક્ષણ કર્યું હતું. તો હિંમતનગરમાં અધિકારીઓ સાથે બેઠક કરી માહિતગાર થયા હતા. સાથે જ દિવાળી સુધી નેશનલ હાઈવેનું કામ પૂર્ણ કરવાનું જિલ્લા સાંસદને આશ્વાસન આપ્યું હતું. જો કે છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક વાહન ચાલકો અને અમદાવાદ ઉદેપુર તરફ વહન કરતા વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે. ઠેરઠેર ડાયવર્ઝન અને ખાડારાજ નેશનલ હાઇવે પર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે વિરોધનો વંટોળ ઊભો થાય તે પહેલા જ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા હાઇવેનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે.

વિસ્તારોના પરેશાન રહીશોએ ચક્કાજામ કરી આંદોલન કરવાનો વારો
ચોમાસામાં હિમતનગરની સાબરડેરી પાસે મોતીપુરા વિસ્તારમાં પોલીટેકનીક ચાર રસ્તે, સહકારી જીન ચાર રસ્તા પર પર ખાડા પડી ગયેલા છે અને રોડ પર પાણી ભરાયા છે. તો ટ્રાફિક જામ થાય છે. જેને લઈને વારંવાર વિસ્તારોના પરેશાન રહીશોએ ચક્કાજામ કરી આંદોલન કરવું પડે છે અને પોલીસને આવવું પડે છે. ઉપરાંત સમાધાન થાય ત્યારબાદ ટ્રાફિક દૂર થાય છે. મંથર ગતિએ ચાલતા સિક્સ લેનના કામમાં ગુણવત્તા અને નિયમ નેવે મુકીને કરાતું કામ સાથે વિવિધ સ્થળે આપેલા ડાઈવર્ઝન અને ક્યાય લાઈટની સગવડ નહિ જેને લઈને વારંવાર અકસ્માતના બનાવો બને છે. છતાં હાઈવે ઓથોરીટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર વાયદા કરવામાં આવે છે. જેને લઈને વારંવાર સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડને રજૂઆતો થઈ હતી. જેને લઈને સાંસદે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો હતો અને પ્રધાનમંત્રીને પણ મોકલવામાં આવ્યો હતો. જેને લઈને તાત્કાલિક અસર આવી હતી અને હાઈવે ઓથોરીટીની પાચ સભ્યોની ટીમ બુધવારે હિમતનગર દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...