કાર્યવાહી:અરવલ્લીમાંથી લેવાયેલ મરચાં અને સીંગતેલનો રિપોર્ટ અનસેફ, 6 મહિનામાં ફૂડ& ડ્રગ્સે સેમ્પલ લીધા હતા

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરચામાં બેક્ટેરિયા અને સીંગતેલમાં સીસુ મળતાં 3 ઉત્પાદકો અને પાંચ વેપારીઓ સામે કાર્યવાહી કરાશે

ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ગત નવેમ્બરથી માર્ચ દરમિયાન અરવલ્લી જિલ્લામાંથી લેવામાં આવેલ મરચુ પાવડરના બે અને સીંગતેલના એક સેમ્પલનો રિપોર્ટ અનસેફ આવતા ત્રણ ઉત્પાદક અને 5 વેપારીઓ વિરુદ્વ કાર્યવાહી હાથ ધરાઇ છે.

ડેઝિગ્નેટેડ ઓફિસર બાબુલાલ ગણાવાએ જણાવ્યું કે ગત તા.16-11-21 ના રોજ મેઘરજ ના ગુજરાત પાર્લર અને જગદીશ કિરાણા સ્ટોર્સમાંથી છત્રાલ જીઆઇડીસીમાં આવેલ હરીઓમ એન્ટર પ્રાઇઝના હરીઓમ અમૃત સીંગતેલ બ્રાન્ડનેમ વાળા તેલનું સેમ્પલ તથા તા. 08-03-22 ના રોજ માલપુરના ઉભરાણમાં ગાયત્રી કિરાણા સ્ટોર્સ અને બાયડના ગાબટની દિવાન ગોલી બીસ્કીટમાંથી ગજાનંદ ફૂડ પ્રા.લી દ્વારા બનાવાયેલ મરચા પાવડરના સેમ્પલ અને તા.14-03-22 ના રોજ બાયડના ગણેશપુરાની મિશ્વા ન્યૂટ્રી ફૂડ ઉત્પાદિત મરચા પાવડરનું સેમ્પલ શામળાજીના મનીષ કિરાણા સ્ટોર્સમાંથી લેવાયું. હતું.

જેમાં મરચા પાવડરમાં સાલમોનેલા - બેક્ટેરીયા મળ્યા હતા. સીંગતેલમાં લેડ-સીસુ મળ્યુ હતું. જેથી મરચા પાવડરનું સેમ્પલ અનસેફ અને સીંગતેલમાં લેડની હાજરી મળતાં ગજાનંદ ફૂડસ પ્રા.લી સાંતેજ કલોલ, મિશ્વા ન્યૂટ્રી ફૂડસ ગણેશપુરા તા. બાયડ અને હરીઓમાં એન્ટર પ્રાઇઝ છત્રાલ જીઆઇડીસી જી. ગાંધીનગર તથા સુરેશભાઇ બાલુભાઇ પટેલ, દિવાન ગોલી બિસ્કીટ, મનીષકુમાર લક્ષ્મણભાઇ પટેલ, અંજુમબેન બાકરોલીયા અને જગદીશ કિરાણા સ્ટોર્સના માલિક વિરુદ્વ કાર્યવાહી હાથ ધરાઇ છે. સેમ્પલનો રિપોર્ટ અનસેફ આવવાના કિસ્સામાં 6 માસની કેદ અને રૂ.5 લાખના દંડની જોગવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...