ફરિયાદ:રાજસ્થાની સાસરિયાંએ ચા બનાવવા બાબતે ઝઘડો કરી પરિણીતાને તગેડી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજના મોયદની યુવતીની પતિ, જેઠ, સાસુ, કુટુંબી ભાભી સહિત 6 વિરુદ્ધ ફરિયાદ

રાજસ્થાન પરણાવેલ પ્રાંતિજના મોયદની યુવતીને બે માસ અગાઉ સાસરિયાંઓએ ચા બનાવવા બાબતે ઝઘડો કરી પહેર્યા કપડે કાઢી મૂકતાં સામાજિક રીતે સમાધાન ન થતાં યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ જેઠ, સાસુ , કુટુંબી ભાભી સહિત 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મોયદ નાથાજીવાસમાં રહેતા પ્રિયંકાબાના લગ્ન તા.09-05-19 ના રોજ પાલી જિલ્લાના ચામુડેરીના કલ્યાણસિંહ બાબુસિંહ પુવારના સાથે થયા હતા. પ્રિયંકાબાને તેમના પતિને વાઇની બીમારી હોવાની જાણ થઈ હતી આ બાબતે સાસરી વાળાને વાત કરતા ત્રાસ આપવાનો શરૂ થયો હતો

તા.03-09-22 ના રોજ સવારે આઠેક વાગ્યાના સુમારે ચા બનાવવાની બાબતે પતિ કલ્યાણસિંહે ઝઘડો કર્યો હતો અને પહેર્યા કપડે બહાર કાઢી મૂકતા પ્રિયંકાબા પિયરમાં આવી ગયા હતા. પ્રિયંકાબાએ કલ્યાણસિંહ બાબુસિંહ પુવાર, ભરતસિંહ બાબુસિંહ પુવાર, અવનકુવરબા બાબુસિંહ પુવાર, મહાવીર સિંહ બાબુસિંહ પુવાર, સોનલબા મહાવીરસિંહ પુવાર અને સંતોકબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...