સ્વનિર્ભરતાને સાકાર કરતા જામળાના મહિલા:100થી વધુ ગીર ગાયોનો ઉછેરી કરી ​​​​​​​ગૌશાળાનું નિર્માણ કર્યું, 15થી વધુ લોકોને રોજગારી આપે છે

સાબરકાંઠા (હિંમતનગર)14 દિવસ પહેલા
  • પંજાબ, હરીયાણા અને ગુજરાતની 500થી વધુ ગૌશાળાની મુલાકાત લીધી
  • મળમૂત્ર એકઠુ કરી તેમાં વિષેશ ગૌ-બેક્ટેરીયા ઉમેરી પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગ કરે છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જામળાના યુવરાજકુમારીસિંઘ રાઠોડે સ્વનિર્ભરતાને સાકાર કર્યું છે. ત્યારે રાજસ્થાનના અજમેરની સોફિયા યુનિર્વસિટીમાંથી હોમ સાયન્સની પદવી મેળવી આજના આધુનિકતા અને ટેકનોલોજીના યુગમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખીને શિક્ષણ, સંસ્કાર, પરંપરા અને સશક્તિકરણનુ અનેરૂ ઉદાહરણ સમાજ સમક્ષ મૂક્યું છે.

યુવરાજકુમારીસિંઘ ગાયોની પોતાના બાળકની જેમ સાર-સંભાળ લે છે
પોતાની ઉચ્ચ શિક્ષણની પદવી ભાર વિના પશુપાલન અને ખેતીના વ્યવસાયને સાંકળી જમીન સાથે જોડાયેલા યુવરાજકુમારી એક અલગ જ મહિલા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાબરકાંઠાની પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારે સવાલના જવાબમાં તેમણે ઉભા થઈ ખુબ જ મૃદુ અવાજમાં જવાબ આપ્યો હતો. જે યુવરાજકુમારીસિંઘ રાજસ્થાનના દીકરી અને ગુજરાતના જામળાના પુત્રવધુ છે. તેઓ 120 ગાયોની પોતાના બાળકની જેમ સાર-સંભાળ લે છે. શિક્ષણનું કોઈ અભિમાન નહીં તેમના પતિ કન્સ્ટ્રકશન બિઝનેસ સાથે જોડાયેલ છે ત્યારે ગાયના મહત્વને સમજી તેના સંવર્ધન અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયોનું પાલન કરે છે.

ગીર ગાયની પસંદગી કરી અને 100થી વધુ ગાયોનું ઉછેર શરૂ કર્યો
યુવરાજકુમારી કહે છે કે એક દિવસ શ્રાવણ માસમાં તેમના સાસુ દ્વારા કહેવામાં આવ્યું કે શિવજીને માત્ર ગાયનું દૂધ ચડે ત્યારે તેમને ગીર ગાય કે દેશી ગાય વિશે કોઈ જાણકારી ન હતી. શરૂઆત તેમણે ગાયો પરના ઘણા બધા રિસર્ચનુ વાંચન કર્યા બાદ પંજાબ, હરીયાણા અને ગુજરાતની 500થી વધુ ગૌશાળાની મુલાકાત લીધી. એટલેથી ન અટકતા તેઓ બ્રાઝિલ દેશ ગૌસંવર્ધનની પ્રવૃતિને નિહાળી આવ્યા. આખરે તેઓ ગુજરાતની ગીર ગાયની પસંદગી કરી અને 100થી વધુ ગાયોનું ઉછેર શરૂ કર્યો.

ગૌશાળા થકી તેઓએ 15થી વધુ લોકોને રોજગારી આપી
પાણીની સગવડ, ઘાસચારો, તેમના મળ-મૂત્રનો યોગ્ય ઉપયોગ થકી વેસ્ટ મેનેજમેન્ટ જેવી અનેક નાનામાં નાની બાબતનું ધ્યાન રાખીને એક પછી એક ગાયનો વધારો કરી અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ કર્યું છે. જેના પરીણામે તેમની પાસે 120થી વધુ નાની મોટી ગાયો છે. તમામ ગુજરાતની ઉચ્ચ કોટીની ગણાતી ગીરની જ પ્રજાતિના છે સાથે તેમની પાસે 6 જાફરાબાદી ભેંસ અને એક પાડો છે. તો હિંમતનગર અને આસ-પાસના વિસ્તારોમાં ગાયનું દૂધ વેચાણ કરે છે. યુવરાજકુમારી. તેમણે ગાયોના ગૌ મૂત્ર-છાણને એકત્ર કરી તેને ખાતર તરીકે ઉપયોગ કરી શકાય તે માટે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સીસ્ટમ ગોઠવી ત્રણ મોટા ટાકા બનાવ્યા છે. જેમાં આ મળમૂત્ર એકઠુ કરી તેમાં વિષેશ ગૌ-બેક્ટેરીયા ઉમેરી મશીનરીથી તેનુ ફોર્મિંગ કરી પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગ કરે છે સાથે તેઓ કુદરતી ખાતરનું વેચાણ પણ કરે છે. આ ગૌશાળા થકી તેઓ 15થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

અન્ય સમાચારો પણ છે...