વાવેતર:સાબરકાંઠામાં રવિ વાવેતરનો પ્રારંભ, ઘઉંનું વાવેતર વધવાની સંભાવના

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 11161 હેક્ટરમાં ઘઉં બટાટા રાયડો મકાઈ વરિયાળી સહિતનું વાવેતર થયું

સાબરકાંઠા જિલ્લામાં મગફળી સહિતનું ખરીફ ઉત્પાદન તૈયાર થઈ ગયા બાદ રવિ વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં 11,161 હેક્ટરમાં ઘઉં બટાટા રાયડો મકાઈ વરિયાળી સહિતનું વાવેતર થઈ ચૂક્યું છે. ચાલુ સિઝનમાં ઘઉં બટાટા અને ચણાનું વાવેતર વધવાની સંભાવનાઓ વચ્ચે ઘઉંના બિયારણની અછત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાના આઠ પૈકી 6 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસતા કુદરતી, કૃત્રિમ જળાશયો માં પર્યાપ્ત પાણીનો સંગ્રહ થયો છે અને ભૂગર્ભ જળ સ્ત્રોત પણ ઊંચા આવ્યા છે જેને કારણે ચાલુ રવિ સિઝનમાં સિંચાઈની કોઈ સમસ્યા રહેનાર ન હોઇ ઘઉંનું વાવેતર વધવાની સંભાવના છે.

કાંકણોલ ગામના ખેડૂત અગ્રણી સુરેશભાઈ પટેલે જણાવ્યું કે આ વખતે પિયતની કોઈ સમસ્યા નથી ખેત પેદાશના ભાવ પણ ઊંચકાયા છે ઘઉંમાં સામાન્ય રીતે એક પાણીની છેલ્લે જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ આ વખતે ગુહાઈ, હાથમતી, ધરોઈ સહિતના તમામ જળાશયોમાં પર્યાપ્ત પાણી છે અને કૂવાના પાણીનું સ્તર પણ વધ્યું છે. જેથી સિંચાઈ માટે કોઈ સમસ્યા નથી જેને પગલે ગત વર્ષની સરખામણીએ ચાલુ રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર વધવાની પૂરી સંભાવના છે.

પરંતુ બિયારણની શોર્ટેજ પ્રવર્તી રહી છે બટાટાનું વાવેતર વધવાની ચર્ચા છે પરંતુ કંપનીઓ બિયારણ લેવા બોલાવતી હોવા છતાં ખેડૂતોનો મોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેમણે ઉમેર્યું કે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચણાનું વાવેતર વધવાની પૂરી સંભાવના છે નોંધનીય છે કે જિલ્લામાં મહદંશે ઘઉં બટાટા મકાઈ શાકભાજી રાયડો વરિયાળીનું સરેરાશ 1.35 લાખ હેક્ટરમાં રવિ વાવેતર થાય છે ત્યારે ચાલુ વર્ષે તેમાં કેટલો વધારો થાય છે તે જોવું પણ રસપ્રદ બની રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...