જિલ્લા ઇપીએફ પેન્શનરો દ્વારા ધરણાં:હિંમતનગરમાં ઇપીએફઓ કચેરી બહાર ધરણાં પ્રદર્શન; EPF 95 પેન્શનર પરિપત્રની હોળી કરી સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યુ

સાબરકાંઠા (હિંમતનગર)16 દિવસ પહેલા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઇપીએફ પેન્શનર એસોસીએશન દ્વારા હિંમતનગરના મોતીપુરા ખાતે આવેલા ઇપીએફઓ કચેરી બહાર મંગળવારે ધરણાં પ્રદર્શન સાથે પેન્શનરોના ચુકાદાને લઇને વિરોધ કર્યો. ઇપીએફ 95 પેન્શનર પરિપત્રની હોળી કરી કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર પોકારી આવેદનપત્ર આપ્યું હતુ.

આ અંગે આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવવામાં આવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટે પેન્શનરોનો જે ચુકાદો આપ્યો હતો. તેના અનુસંધાનમાં ઇપીએફઓની દિલ્હી ઓફિસ દ્વારા 29 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન કરતો પરિપત્ર પેન્શનર્સને અન્યાય કરતા હોવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઇપીએફ 95ના પેન્શનરોએ માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. ઇપીએસ 95ના પેન્શન પરિપત્રની હોળી કરી હતી. મોતીપુરા ખાતે આવેલ જિલ્લા ઇપીએફઓ પેન્શનર કચેરી બહાર સાબરડેરી, સાબરકાંઠા બેન્ક, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, એસ.ટી., કોર્પોરેશન, બોર્ડ નિગમોના તથા અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કાળી પટ્ટી ધારણ કરી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કોલેજ પાસે આવેલા ઇપીએફઓ ઓફિસના અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...