વિરોધ પ્રદર્શન:હિમતનગરમાં કોંગ્રેસ સમિતી દ્વારા મોઘવારીને લઈને વિરોધ પ્રદર્શન, 50થી વધુ કાર્યકરોને ડીટેન કરાયા

સાબરકાંઠા (હિંમતનગર)3 દિવસ પહેલા

હિમતનગરના જીલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક યોજ્યા બાદ ટાવર ચોકમાં સાબરકાંઠા કોંગ્રેસ સમિતી દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો અસહ્ય બોજ, GST, બેરોજગારી સહિતના મુદ્દાઓ અંગે વિરોધ કરી ધરણા પ્રદર્શન કર્યા હતા. ટાવર ચોકમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં પ્રદેશના પ્રભારીઓ પ્રદેશના હોદેદારો જિલ્લા કોંગ્રેસ સમિતીના હોદેદારો, દરેક તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતી, પક્ષના ચૂંટાયેલા પદાધિકારીઓ, ફ્રન્ટલ સેલના હોદેદારો અને પક્ષના સર્વે આગેવાનો અને કાર્યકરોએ હાજર રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈને બી ડીવીઝન પોલીસે 50થી વધુને ડીટેન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...