વિરોધ:હિંમતનગરમાં ભાજપે આયાતી ઉમેદવાર મૂકતાં વિરોધ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર પાલિકાના 20 થી વધુ નગરસેવકો, તાલુકા પંચાયતના 22 સદસ્યો અને જિલ્લા પંચાયતના 3 સદસ્યો સહિત કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપ્યા
  • હિંમતનગરમાં ભાજપે સ્થાનિકોને નજરઅંદાજ કરી તલોદ તાલુકાના વી.ડી. ઝાલાને ટિકિટ આપતાં સ્થાનિક રાજકીય આગેવાનો, કાર્યકરોમાં આક્રોશ

હિંમતનગર બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર મૂક્યા બાદ ગણતરીના કલાકોમાં વિરોધનો વંટોળ ઊભો થઈ ગયો હતો. કાર્યકરો ચૂંટાયેલા સદસ્યો હોદ્દેદારોમાં રોષ ચરમે પહોંચતા સોશિયલ મીડિયા થકી તમામ મંગળવારે સવારે ભાજપ કાર્યાલય પર એકઠા થઈ ગયા હતા અને નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો કાર્યકરોએ પાર્ટી પ્રમુખને રાજીનામાં ધરી દઈ વર્તમાન એમએલએ અથવા સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી.

જિલ્લાની ચાર વિધાનસભા બેઠકની જવાબદારીનું વહન કરતાં કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ હૈયાધારણાં આપી હતી. હિંમતનગર બેઠક પર તલોદ તાલુકાના વી.ડી.ઝાલાના નામની જાહેરાત થતાં ભાજપનું કોંગ્રેસી કરણ થઈ ગયું છે સેન્સપ્રક્રિયા દેખાડો માત્ર છે દાવેદારોને અપમાનજનક સ્થિતિનો સામનો કરવા મજબૂર બનાવાઈ રહ્યા છે હવે લોકશાહી જેવું માત્ર કાગળ પર જ રહ્યું છે નિર્ણય એકાદ બે જણાં જ લે છે. કાર્યકરો ચૂંટાયેલા ભાજપના સદસ્યો મંગળવારે સવારે હિંમતનગરના જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને આક્રોશ વ્યક્ત કરી કેન્દ્રીય મંત્રીની હાજરીમાં જિલ્લા પ્રમુખને રાજીનામાં ધરી દીધા હતા.

હિંમતનગરમાં અને તાલુકામાં વર્તમાન MLA કે સ્થાનિક ઠાકોર ક્ષત્રિય ઉમેદવાર નહીં હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપ સરકારના પોસ્ટર શહેરમાં ઠેરઠેર લગાવી વિરોધ કરાયો હતો.
હિંમતનગરમાં અને તાલુકામાં વર્તમાન MLA કે સ્થાનિક ઠાકોર ક્ષત્રિય ઉમેદવાર નહીં હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપ સરકારના પોસ્ટર શહેરમાં ઠેરઠેર લગાવી વિરોધ કરાયો હતો.

ક્ષત્રિય ઠાકોર સમાજ બહારના ઉમેદવારનો વિરોધ કરે છે ના પોસ્ટર, વર્તમાન ધારાસભ્યને મૂકવા માંગ

હિંમતનગરમાં સ્થાનિક ઉમેદવાર જ જોઇએ ....
ભાજપ પ્રમુખને રાજીનામાં આપી બહાર આવેલ તા.પં. પ્રમુખ વિનોદ પટેલે જણાવ્યું કે હિંમતનગર તાલુકાના સદસ્યો જિલ્લા સદસ્યો સંગઠનની પાંખ તમામ મોરચાના પદાધિકારીઓની લાગણી હતી કે લોકલ ફોર વોકલ એટલે કે ઉમેદવાર સ્થાનિક ઉમેદવાર હોવો જોઈએ તેનાથી વિપરીત નિર્ણય લેવાતા તમામે રાજીનામાં આપી ફેર વિચારણા કરવા માંગ કરી છે અને કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીએ સારા સમાચાર આપવા આશ્વાસન આપ્યું છે.

નિર્ણય નહીં બદલાય તો બધા રાજીનામાં આપશે
તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હરિભાઈ ચૌધરીએ આક્રોશ ઠાલવ્યો હતો કે સેન્સ પ્રક્રિયા દરમિયાન તાલુકા સંગઠન જિલ્લા સંગઠને રાજેન્દ્રસિંહ ચાવડાનું નામ આપ્યું હતું પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ રાજેન્દ્રસિંહ ચાવડાનું નામ આપ્યું હતું આ એક વ્યક્તિએ આ સીટ ફેરફાર કરી બધા જ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલ ચૂંટાયેલા હોદ્દેદારોનું દિલ દુભાવ્યું છે જેથી કાર્યકરોએ રાજીનામાં આપ્યા છે આ નિર્ણયમાં ફેરફાર નહીં થાય તો બધા કાર્યકરોએ રાજીનામા આપવાનો નિર્ણય કર્યો છે.

ભાજપના કાર્યકરોમાં આક્રોશ
ભાજપ કાર્યાલય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલિકાના 20 થી વધુ કાઉન્સિલર તાલુકા પંચાયતના 22 સદસ્યો જિલ્લા પંચાયતના ત્રણ સદસ્ય સહિત સંગઠનના વિવિધ મોરચાના આગેવાનોએ રાજીનામાં મળ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ જે ડી પટેલે જણાવ્યું કે કાર્યકરોમાં આક્રોશ છે ભાજપના કાર્યકરો શિસ્તબદ્ધ છે. રજૂઆત સાંભળી કેન્દ્રીય મંત્રીએ તેમની લાગણી ઉચ્ચકક્ષાએ પહોંચાડી છે.

પ્રફુલ પટેલની શાખ દાવ પર લાગી..
હિંમતનગર બેઠક પર ઉમેદવાર પસંદગી સત્તાનું કેન્દ્ર પ્રફુલ પટેલ બની ગયા હોય તેવું પ્રસ્થાપિત થઈ ગયું છે કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલ પણ તેમના નિકટના છે હિંમતનગર બેઠક માટે વી.ડી.ઝાલાની અનઅપેક્ષિત પસંદગી થતાં તેમને અનેક અવરોધો પાર કરવાના છે છેલ્લા દિવસે ફોર્મ ભરવાની સૂચના અપાઇ છે રાત ટૂંકીને વેશ ઝાઝા છે વિરોધીઓને મનાવવા કે મતદારોને રીઝવવા આટલા ટૂંકા સમયમાં લગભગ અશક્ય છે છતાં ભાજપે તેમની પસંદગી કરતા પ્રફુલ પટેલની શાખ પણ દાવ પર લાગી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...