કામગીરી:હિંમતનગર પાલિકા દ્વારા સર્વોદય બેંકનું કામ અટકાવી નોટિસ આપવા તજવીજ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકે ભોંયરામાં-પાર્કીંગમાં પાણીની ટાંકી બનાવાતાનો જવાબ આપ્યો

હિંમતનગર શહેરની સર્વોદય નાગરીક બેંકના ભોંયરા-પાર્કીંગમાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કરાયા મામલે પાલિકાએ તપાસ હાથ ધરી કામગીરી અટકાવી નોટીસ આપવા તજવીજ હાથ ધરી હતી. જોકે, બેંક દ્વારા પાણીની ટાંકી બનાવાઇ રહી હોવાનો પાંગળો બચાવ કર્યો હતો. હિંમતનગર શહેરની સર્વોદય નાગરીક બેંકના પાર્કિંગ વિસ્તારમાં બાંધકામ શરૂ કરવામાં આવતા પાલિકાની વગર મંજૂરીએ ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યું હોવા અંગે ચંદ્રેશકુમાર દવે નામના શહેરીજન દ્વારા ગત તા.17/05/22 ના રોજ પાલિકામાં અરજી કરવામાં આવી હતી અને એક સપ્તાહ સુધી કોઇ કાર્યવાહી થઇ ન હતી.

પાલિકા વિરોધ પક્ષના નેતા બેંકમાં ડિરેક્ટર પણ છે અને પાલિકાની કામગીરીનો અવાર નવાર વિરોધ કરતા રહે છે પરંતુ જે બેંકમાં પોતે ડિરેક્ટર છે તેમાં કાયદાનો અમલ કરાવવાની અને રીવાઇઝ પ્લાન કે પાલિકાની મંજૂરી લેવાની તસ્દી સુધ્ધા લીધી ન હતી. પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર વિષ્ણુભાઇએ જણાવ્યુ કે રૂબરૂ સ્થળ મુલાકાત કરી રોજકામ કર્યું છે અને બાંધકામ કામગીરી અટકાવી છે સી.ઓ.ના આવ્યા પછી નોટીસની બજવણી કરવા તજવીજ હાથ ધરી છે તથા ભોંયરામાં - પાર્કીંગમાં પાણીની ટાંકી બનાવી રહ્યા હોવાનો પ્રાથમિક જવાબ મળ્યો છે. નોંધનીય છે કે હજુ પણ શાનુ બાંધકામ ચાલુ કરાયુ હતું તે બાબતે અસમંજસ સ્થિતિ પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...