ભાસ્કર ન્યૂઝ | હિંમતનગર તાલુકામાં સ્વામિત્વ પ્રોજેક્ટ અંતર્ગત 133 ગામમાં ડ્રોન સર્વેક્ષણ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે હાલમાં ચૂના માર્કીંગ માટેની કામગીરી હાથ ધરાઇ છે અને ગ્રામજનોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હિંમતનગર તાલુકાના ગામતળના 133 ગામની સ્વામિત્વ યોજના અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટમાં પસંદગી કરાઇ છે. ડ્રોન સર્વેક્ષણ પહેલા ચૂના માર્કીંગની કામગીરી શરૂ કરાઇ છે. ગ્રામ્ય વિસ્તારની સરકારી, ખાનગી તમામ પ્રકારની જમીન, મિલકતના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવા ડ્રોન સર્વેક્ષણી માપણી, હદ ચોકસી સહિતની કામગીરી માટેની યોજનાનો પ્રથમ તબક્કો ચાલુ કરી દેવાયો છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા મિલકતોને ચૂના પહેલા ચૂના માર્કીંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે ગામના સરપંચ, તલાટી, જિલ્લા નિરીક્ષક, જમીન દફતર કચેરીના સર્વેયર સહિતની ટીમની ઉપસ્થિતિમાં મિલકતોની સૂચિત માપણી હદસીમા ખૂણાઓને ચૂના માર્કીંગથી ચિન્હીત કરાઇ રહ્યા છે. પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય ગામોનો ડ્રોન સર્વેક્ષણમાં સમાવેશ કરાનાર હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.