કાર્યવાહી:અરવલ્લીમાં 18 જુલાઇ-2022 સુધી સભા-સરઘસ પર પ્રતિબંધ

મોટીઇસરોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે

અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ ધરણાં રેલી સરઘસ દેખાવ જેવા કાર્યક્રમમાં 4 કે તેથી વધુ માણસો એકઠા ન થાય, અને શાંતિનો ભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારુ જાહેર સ્થળે ચારથી વધુ શખ્સો એકત્રિત ન થાય તે મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષક મોડાસા એક દરખાસ્ત કરી છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તા. 6 જુલાઇથી 18 જુલાઇ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે ગેરકાયદે રીતે ચાર કરતા વધુ માણસો એકત્રિત થવા પર તથા કોઇ સભા ભરવા કે બોલાવવા અને કોઈપણ જાતના સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામાનું ભંગ કરનાર અથવા કરાવનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ - 1951 ની કલમ - 135 (3) હેઠળ તેમજ ભારતના ફોજદારી અધિનિયમ - 1860ની કલમ -188 હેઠળ શિક્ષાને પાત્ર થશે તેવું જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...