સાબરકાંઠા અને અરવલ્લીની જીવાદોરી સમાન સાબરડેરીના પોણા ચાર લાખ પશુપાલકોની જીવાદોરી સાબરડેરીમાં આજે ગુરૂવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને પ્રથમ હેલીપેડથી સીધા સાબરડેરીમાં પહોચ્યા હતા. જ્યાં દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની 18 પશુપાલક મહિલાઓ સાથે 22 મિનીટ પાવડર પ્લાન્ટના કોન્ફરન્સ હોલમાં પશુપાલન વિષે ચર્ચા કરી હતી.
પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારી 12 મહિલાઓનું સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં પહોચ્યા હતા. જ્યાં 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું ડીજીટલ લોકાર્પણ કર્યું હતું.અને પાચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનાર ચીઝ પ્લાન્ટનું ડિજીટલ ભૂમિપૂજન કર્યું હતું. તો સુકન્યા યોજના અંતર્ગત પાચ દીકરીઓને પાસબુક આપી સન્માન પત્ર આપ્યું હતું તો પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારી 12 મહિલાઓનું સન્માન કર્યું હતું અને 60 હજારથી વધુ ઉપસ્થિત પશુપાલકોને સંબોધન કર્યું હતું.
મહિલાઓએ વડાપ્રધાન સાથે વાર્તાલાપમાં ભાગ લઈને પોતાને નસીબદાર ગણાવ્યા
સાબરકાંઠા અને અરવલ્લીના સંબોધન કરતા યાદોના વાગોળી શરૂઆત કરી હતી.આજે પણ મારા કાનમાં ઇડર-વડાલી-ખેડ જવા માટે જીપ વાળો બુમો પાડતો હોય છે એ શબ્દો હું જ્યારે સાબરકાંઠામાં આવું ત્યારે આ શબ્દો મારા કાનમાં ગુંજે છે. આપણા વચ્ચે નથી એવા મારા જુના સાથીદારો કે જેમના સાથે સંગઠનમાં મને કામ કરવાનો મોકો મળ્યો હતો.તેવા હિમતનગર,ઇડર,ખેડબ્રહ્મા અને મોડાસાના સાથીદારોના નામ લઈને યાદ કર્યા હતા. તો સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની 18 મહિલાઓ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. જેમાં મહિલાઓએ 30થી 100 પશુઓને તબેલામાં રાખી કમાણી કરી ઘર ચલાવે છે અને પતિના સમાન બની ગઈ છે, પત્ની કરી રહી છે પતિ સાથે હરીફાઈ, તો પશુનું છાણ સોનું ગણાવી નોકરીને બદલે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો છે અને પતિ સાથે હરીફાઈ કરી કમાણી કરે છે જેવી વાતો વડાપ્રધાન સાથે કરી હતી. તો અન્ય મહિલાએ તેમનું જીવન ગાયથી શરૂ થાય છે અને કમાણીથી આખું ઘર ચાલે છે તો પરિવારના પ્રસંગો પણ તે જ કમાણીથી કરે છે એમ જણાવ્યું હતું. ત્યારે આ મહિલાઓએ વડાપ્રધાન સાથે વાર્તાલાપમાં ભાગ લઈને પોતાને નસીબદાર ગણાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.