સાબરકાંઠા જિલ્લામાં હાલમાં એક તરફ વિધાનસભાની ચુંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ લગ્નની સીઝનનો પ્રારંભ થવાનો છે. ત્યારે મંડપ, લાઈટ, ડેકોરેશવાળા હાલમાં વ્યસ્ત બની ગયા છે. અને લગ્નની સીઝનને લઈને લગ્નમાં વપરાતા સરસામાનની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.
હિંમતનગર સહિત જિલ્લાભરમાં શરુ થતી લગ્ન સીઝનને લઈને મંડપ, લાઈટ, ડેકોરેશન, સાઉન્ડ વાળાઓએ લગ્નમાં ઉપયોગમાં વપરાતા સરસામાનની તૈયારીઓ કરી દીધી છે. તો સમારકામ હાથ ધરી કલરકામ કરી રહ્યા છે. મંડપ,ચોરી સહિતના સામાનને કલરકામ કરવાનું શરુ કરી દીધું છે. આ અંગે ઉત્સવ મંડપના રાજુભાઇ અમીન એ જણાવ્યું હતું કે, કોરોના બાદ આ વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન ઓછા છે, પણ બુકીંગ સારું છે અને અમે હાલ જિલ્લામાં 1000 હજારથી વધુ મંડપ, લાઈટ, ડેકોરેશન, સાઉન્ડનું કામ કરી રહ્યા છે.
નવેમ્બર-ડીસેમ્બર-2022માં લગ્નની સીઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે નવેમ્બર 2022માં 25,26, 27 અને 28 અને ડીસેમ્બર- 2022માં 2, 4, 8, 9, 14 મળી બે મહિનામાં કુલ નવ લગ્ન મુહૂર્ત છે. ત્યારે 16 ડીસેમ્બર માગશર વદ આઠમને શુક્રવારથી 14 જાન્યુઆરી 2023 સુધી ધનારક કમુરતા છે. વર્ષ 2023માં જાન્યુઆરીથી જુન એમ 5 મહિના દરમિયાન 49 લગ્નના મુહૂર્ત છે. તો જાન્યુઆરીમાં- 5 , ફેબ્રુઆરીમાં-9, માર્ચમાં -4, મે-20, જુનમાં-11 લગ્નના મુહૂર્ત છે. તો એપ્રિલમાં લગ્નન મુહૂર્ત નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.