જમીન મામલે થઈ ફાયરિંગ:પ્રાંતિજના નનાનપુર ગામે જમીન ખેડવા અંગે મામલો બિચક્યો; ચાર સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીન ખેડવાના મામલે એક શખ્સે હવામાં ફાયરીંગ કરી મહિલાને ધક્કો મારી તેના પતિ તથા સસરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ ગઇ છે. ત્યારે મહિલાએ પ્રાંતિજ પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામના અંકિતાબેન પટેલ પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે દરમિયાન હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા રણજીતસિંહ નારસિંહ સોલંકી તથા તેમનો ભાગીયો તથા બીજા બે માણસો ચારેય શખ્સો બે ટ્રેકટરો લઇને ખેતરમાં આવ્યા હતા. ખેતરમાં બનાવેલી પથ્થરની દિવાલ તોડી બાજુના ખેતરમાં ખેડવા માટે ગયા હતા.

જોકે ખેતરના મામલે હાલતો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેથી અંકિતાબેને સ્થળ પર જઇને અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે તમે કેમ ખેતર ખેડો છો? તેવું કહેતા રણજીતસિંહ સોલંકી એકદમ ઉશ્કેરઇ જઇ બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી અંકિતાબેન પટેલે ગાળો બોલવાની ના પાડતા રણજીતસિંહ સોલંકીએ અંકિતાબેનને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. જેથી મહિલા અંકિતાબેન પટેલે બુમાબુમ કરતા તેમના સસરા નટવરભાઇ સાંકાભાઇ પટેલ, અંકિતાબેનના પતિ ભાવેશકુમાર પટેલ દોડી આવ્યા હતા અને છોડાવા જતા ટ્રેકટરના ચાલકે એકદમ બિભત્સ ગાળો બોલી ટ્રકેટરમાંથી નીચે ઉતરી લાકડાનો ધોકો લઈ આવી ભાવેશભાઇ પટેલને મારમાર્યો હતો અને કહેતો હતો કે હું હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ છું. તમે અહીંથી જતા રહો નહીં તો મારી નાખીશુ.

અંકિતાબેનનો પુત્ર સમગ્ર ઘટના અંગેનો વિડીયો ઉતારતો હતો. તેની પાસેથી મોબાઇલ લઇ તેને પણ ધક્કો મારી નીચે પાડી દીધો હતો. રણજીતસિંહ સોલંકી દ્વારા તેમની પાસે રહેલી રિવોલ્વર કાઢી ડરાવીને કહેવા લાગ્યો હતો કે, તમને જાનથી મારી નાખવા છે કહી રિવોલ્વર સામે રાખી ફાયરીંગ કર્યુ હતુ, પરંતુ તેઓ બચી ગયા હતા. ખેતરમાં ટ્રેક્ટર મુકીને જતા-જતા કહેતા હતા કે એકલદોકલ મળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી જતા રહ્યા હતા. જે અંગે પ્રાંતિજ પોલીસ મથકમાં અંકિતાબેન પટેલે રણજીતસિંહ નારસિંહ સોલંકી, રણજીતસિંહ નારસિંહ સોલંકીનો ભાગીયો તથા બે અજાણ્યા ઈસમો સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...