ચૂંટણીમાં ફરજ પરના કર્મચારીઓ માટે મતદાન:હિંમતનગર વિધાનસભામાં ચુંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે

સાબરકાંઠા (હિંમતનગર)13 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે સાબરકાંઠાની 4 વિધાનસભાની ચુંટણીનું મતદાન થવાનું છે. ત્યારે ચુંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા ચુંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હિંમતનગર વિધાનસભામાં ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓ માટે લેન્ડ રેકર્ડઝના 40 જેટલા કર્મચારીઓ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ તૈયાર કરી રહ્યા છે. તો કર્મચારીઓ બેલેટ પર સિક્કા લગાવી તો ક્યાંક બેલેટને વાળીને કવરમાં પેક કરી રહ્યા છે. આમ ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓના મતદાન માટેની તૈયારીમાં કર્મચારીઓ હાલમાં કામે લાગી ગયા છે.

કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ તૈયાર કરવામાં આવ્યા
હિંમતનગર વિધાનસભામાં ચુંટણી કામગીરીમાં 1636 કર્મચારીઓ કે જે રાજ્યમાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવે છે. તેમના માટે પોસ્ટલ બેલેટ મતદાન માટે તૈયાર કરવામાં આવ્યા છે અને તેને કવરમાં પેક કરી સ્પીડ પોસ્ટ કરી દેવાયા છે. તો બીજી તરફ સાબરકાંઠા જીલ્લામાં ચુંટણી કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારી સહિતના કર્મચારીઓ 1246 કર્મચારીઓ માટે પણ પોસ્ટલ બેલેટ મતદાનની સવલત કરવામાં આવી છે.

બે દિવસ મતદાન યોજાશે
આ અંગે હિંમતનગર વિધાનસભાના ચુંટણી અધિકારી અનિલ કે.ગોસ્વામી અને મદદનીશ ચુંટણી અધિકારી જય પટેલે જણાવ્યું હતું કે, હિમતનગર વિધાનસભાની ચુંટણી કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મીઓ સહીત 1246 કર્મચારીઓ માટે 27 અને 28 નવેમ્બરે ખેડબ્રહ્મામાં ફેસીલીટી સેન્ટર તરીકે કે.ટી.હાઈસ્કુલમાં પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે. તો 29 અને 30 નવેમ્બરે ફેસીલીટી સેન્ટર તરીકે હિંમતનગરમાં હિંમત હાઇસ્કુલમાં, ઇડરમાં ડાયટ ખાતે અને પ્રાંતિજમાં ચિત્રાસણી કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી કર્મચારીઓ મતદાન કરશે, તેનું આયોજન કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...