કાર્યવાહી:ઇડરના સીયાસણમાં પોલીસકર્મી પર ધારિયાથી હુમલો, મોબાઇલ-રોકડની લૂંટ

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચગામડા દૂધ મંડળીના સેક્રેટરીએ ઓછી ગુણવત્તાવાળું દૂધ લેવાની ના પાડતાં સીયાસણ ગામમાં ભણવા આવતા બાળકોને બંધક બનાવવાની ધમકી આપતાં પોલીસ બોલાવાઇ હતી, 3 સામે ગુનો

ઇડરના સીયાસણમાં શુક્રવાર સાંજે સ્કૂલમાંથી છૂટેલા પાંચગામડા ગામના બાળકોને તેમના ઘેર જવા ન દઈ બંધક બનાવી દીધા બાદ પોલીસને જાણ કરતાં બાળકોને સુરક્ષિત લઈ જવા આવેલ પોલીસ કર્મી ઉપર માતા, પુત્ર અને અન્ય શખ્સે ધારિયાથી હુમલો કરી પથ્થર માર્યા બાદ મોબાઇલ અને રોકડ રૂ.1250 ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ઈડરના પાંચગામડા દૂધ મંડળીમાં તા. 01-03-23 ના રોજ સાંજે સિયાસણની ચંપાબેન અરવિંદભાઈ ઓઝાત દૂધ ભરાવી જતાં ટેસ્ટરે દૂધ ચેક કર્યા બાદ દૂધ હલકી ગુણવત્તા વાળું હોય બીજા દિવસે ફરીથી ચંપાબેન દૂધ ભરાવવા આવતા સેક્રેટરી કલ્પેશભાઈ ચંદુભાઈ પટેલે ઓછી ગુણવત્તા વાળું દૂધ લેવાની ના પાડતા ચંપાબેન અને તેની સાથે આવેલ ચંદુભાઈ લક્ષ્મણભાઈ પરમારે દૂધ ભરેલ ડોલ મારવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ સેક્રેટરીને કાલે તું કેવી રીતે તારી ગાડી લઈને અમારા ઘર આગળથી તારા ગામના છોકરાઓને લઈ જાય છે તેવી ધમકી આપતાં કલ્પેશભાઈએ પોલીસને અરજી કરી હતી.

શુક્રવાર સાંજે શાળા છૂટ્યા બાદ પાંચગામડા ગામના છોકરાઓને ઘેર જવા ન દેતા ગભરાઈ ગયેલા બાળકોને સ્કૂલના આચાર્ય વિનેશભાઇ પરમારના ઘેર રાખ્યા હોય સરપંચના પુત્રએ મુડેટી આઉટ પોસ્ટમાં જાણ કરતાં પોલીસકર્મી પ્રકાશભાઈ નાનજીભાઈ સીયાસણ પહોંચી આચાર્યના ઘેર પહોંચતા શાળાના બાળકોની સાથે જીગ્નેશભાઈ હીરાભાઈ ડામોર, મુકેશભાઈ કેસરભાઈ પટેલ, જીવાભાઇ કલાસવા, બાબુભાઈ પુંજાભાઈ ચોલવિયા, રમેશભાઈ હીરાભાઈ પટેલ, મુકેશભાઈ મણીભાઈ પટેલ, અર્જુનભાઈ નારણભાઈ ડામોર, ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલ, હીરાભાઈ પુંજાભાઈ ચોલવીયા વગેરે હતા અને તેમણે જણાવ્યું કે આ માણસો માથાભારે છે.

આનો નિકાલ નહીં આવે તો રોજનું થઈ જશે જેથી પ્રકાશભાઈએ ફોન કરતાં અન્ય પોલીસકર્મી પ્રદીપભાઈ સોમાભાઈ અને જયંતીભાઈ કાળાભાઈ સીયાસણ પહોંચતા તેમને બાળકો પાસે મૂકી પ્રદીપભાઈ સ્કૂલની ઇકો લેવા મહેશભાઈને સાથે લઈ બાઈક ઉપર નીકળ્યા હતા દરમિયાન ચંપાબેન અરવિંદભાઈ ઓઝાત, ચંદુભાઈ લક્ષ્મણભાઈ પરમાર અને ચંપાબેનનો દીકરો બ્રિલિયન્ટ રોડ ઉપર આવી ગયા હતા અને બાઈક અટકાવી ચંદુભાઈએ મહેશભાઈ ને કહ્યું કે તું અહીંયા ક્યાંથી.

આવ્યો છે જેથી પ્રકાશભાઈ બાઈક ઉપર થી નીચે ઉતરી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપતાં ચંદુભાઈએ ધારિયું માથાના ભાગે મારવા જતાં પ્રકાશભાઈ નમી જતા ખભા ઉપર ઈજા થઈ હતી અને લોહી નીકળવાનું ચાલુ થતાં તેમની સાથે આવેલ મહેશભાઈ નાસી ગયા હતા.

આ દરમિયાન ચંદુભાઈએ ધારિયાનો બીજો ઝટકો માર્યો હતો અને ચંપાબેન લાકડાના ધોકા વડે પગમાં અને પીઠના પાછળના ભાગે માર મારવા લાગ્યા હતા આ દરમિયાન પાંચ ગામડાના બાળકોના વાલીઓ અને સિયાસણના લોકો દોડી આવતા પ્રદીપભાઈના ખિસ્સામાંથી મોબાઇલ અને ₹1250 બ્રિલીયન્ટે બળજબરીથી કાઢી લઈ લૂંટ કરી ત્રણેય ફરાર થઈ ગયા હતા.

માતા-પુત્ર સહિત 3 સામે ગુનો
પોલીસે ચંપાબેન અરવિંદભાઈ ઓઝાત , ચંદુભાઈ લક્ષ્મણભાઈ પરમાર, બ્રિલિયન્ટ અરવિંદભાઈ ઓઝાત સામે IPC 307,394,397 સહિતની કલમો લગાવી

અન્ય સમાચારો પણ છે...