પ્રાંતિજમાં રેલ્વેસ્ટેશન વિસ્તાર જીઈબી પાછળ રહેતા વનરાજસિંહ ઈશ્વરસિંહ રાઠોડ ખેતી સાથે પશુપાલનો વ્યવસાય કરે છે અને તેઓ પોતાના ઘર આગળ ત્રણ ગાયો રાખેલ છે. રાત્રિ દરમ્યાન પોતાના ઘર આગળ ખુલ્લી જગ્યામાં બાંધેલ ત્રણ ગાયોમાંથી બે ગાયોને રાત્રી દરમ્યાન ગામમાં જ રહેતા કિશન મહેશભાઈ મારવાડી તથા બ્રિજેશ રણછોડભાઈ માજીરાણાએ બે ગાયો ચોરી કરી લઈ ગયા હતા અને પ્રાંતિજ ખોડીયાર કૂવામાં કિશન મહેશભાઈ મારવાડીના મકાન આગળ બાંધી દીધી હતી.
પશુ માલિકે પોતાના ગાયોને સવારે જોવા ન મળતાં આજુબાજુમાં તપાસ કરતાં કોઈ જગ્યાએ મળી ન આવતાં ગાયોના ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ફોટા આધારે ગાય માલિકે બંને ચોરાઇ ગયેલ ગાયોને ઓળખી કાઢી હતી અને ફોટામાં રહેલ શખ્સ કિશન મારવાડીની પણ ઓળખ થતાં તે પ્રાંતિજ ખોડીયાર કૂવા વિસ્તાર પાસે રહેતો હોય તેના ઘર આગળ આવી ને તપાસ કરતાં બંને ગાયો બાંધેલ હોય ગાય માલિકે પ્રાંતિજ પોલીસ ને જાણ કરતાં ગાયો મૂળ માલિકને પરત કરી કિશન મહેશભાઈ મારવાડી તથા બ્રિજેશ રણછોડભાઈ માજીરાણાની અટક કરી હતી. ગાય માલિક વનરાજસિંહ ઈશ્વરસિંહ રાઠોડની ફરિયાદને આધારે પોલીસે આઇપીસીકલમ ૩૭૯,૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.