ચોરીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો:પોલીસે પેટ્રોલિંગમાં એક શંકાસ્પદ શખ્સ પકડ્યો અને તે ચોરીનો સ્પેશ્યાલિસ્ટ નીકળ્યો; થેલામાંથી લાખોના સોના-ચાંદીના દાગીના મળ્યાં

3 મહિનો પહેલા

હિમતનગર ગ્રામ્ય પોલીસ RTO સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી વાળો શખ્સ થેલા સાથે ચાલતો નીકળ્યો હતો જેને ઝડપી લઈને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને તેના પાસે રહેલા થેલામાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. તે જોઈને પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી. આ વિશે પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે આઠ દિવસ પહેલા ભોલેશ્વરમાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાનીનું ચોરી કરી હતી.

પોલીસે લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

આઠ દિવસ અગાઉ ચોરી થઈ હતી
હિમતનગરના ભોલેશ્વરમાં આઠ દિવસ પહેલા ભર બપોરે બંધ મકાનના પાછળના ભાગે બાથરૂમની બારી તોડી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ 2,88,100ના મુદ્દામાલની ચોરી થઇ હતી. હિમતનગરના સવગઢમાં ખુલ્લા મેદાનમાં મૂળ રહેવાસી વડાલીના નવાનગરના 18 વર્ષિય વિપુલ સતીષભાઈ વાદીને ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો હતો અને તેની પૂછ પરછ કરતા તેને ચોરી કાબુલી હતી અને તેના પાસેના થેલામાંથી રૂ 1,69,190ના સોના-ચાંદીના, મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે પોલીસે કબજે લીધો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI કોમલ રાઠોડે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન RTO સર્કલથી ઝડપાયેલ ઘરફોડ ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપ્યા બાદ હિમતનગર બી ડીવીઝન પોલીસને મુદામાલ સાથે આરોપીને સોપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...