• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • PM's Interaction With 20 Women; A Year Rs. 63.5 Lakh Milk, Another Said My Children Are Doctors And Lawyers Today Only Because Of Animal Husbandry.

કોઠાસૂઝથી લાખો કમાતી પશુપાલકો:PMનો 20 મહિલાઓ સાથે વાર્તાલાપ; એકે વર્ષે રૂ. 63.5 લાખનું દુધ ભરાવ્યું, બીજીએ કહ્યું- પશુપાલન થકી જ મારા બાળકો આજે ડોક્ટર અને વકીલ

સાબરકાંઠા (હિંમતનગર)17 દિવસ પહેલા
  • વર્ષે ચાર-પાંચ ગીર ગાય ખરીદવાનું શરૂ કર્યુ હતું, અત્યારે 120 ગીર ગાય છે - પશુપાલક
  • આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલન કરી ઓછા ખર્ચે સારી કમાણી કરી - પશુપાલક
  • પશુપાલન મારા માટે જીવાદોરી સમાન, આજે મારા બાળકો વકીલ અને ડોક્ટર છે - પશુપાલક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબર ડેરીના નવીન પ્રકલ્પના લોકાર્પણ અવસરે સાબરકાંઠાની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં તેમણે 20 આદિજાતિ મહિલા પશુપાલકો સાથે સંવાદ કરીને પશુપાલન દ્વારા તેમના જીવનમાં આવેલી આર્થિક ઉન્નતિ અંગેની વિસ્તૃત વિગતો જાણી હતી.

પ્રધાનમંત્રીએ 20 સફળ મહિલા પશુપાલકો સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રીએ 20 સફળ મહિલા પશુપાલકો સાથે વાતચીત કરી

શિવજીના અભિષેક માટે એક ગાય લીધી હતી, આજે ઘરઆંગણે 120 ગીર ગાય
પીએમે સો કરતા વધુ ગાયો હોય તેવી મહિલાઓ સાથે વાત કરી હતી. જેમાં એક મહિલા સાથે વાત કરતાં તેણીએ જણાવ્યું હતું કે તેની પાસે 120 ગીર ગીય છે. જેમાં તેણીએ સૌથી પહેલી ગીર ગાયની ખરીદી શ્રાવણ માસમાં શિવજીના અભિષેક માટે કરી હતી. જેમાં પછી તેણીએ દર વર્ષે ચાર-પાંચ ગીર ગાય ખરીદવાનું શરૂ કર્યુ હતું. જેના લીધે અત્યારે તેની પાસે 120 ગીર ગાય છે અને સાથે જ તેણીએ ઓર્ગેનિક ખેતી પણ ચાલુ કરી છે

નરેન્દ્ર મોદી સાબર ડેરીના નવીન પ્રકલ્પના લોકાર્પણ અવસરે પધાર્યા હતા
નરેન્દ્ર મોદી સાબર ડેરીના નવીન પ્રકલ્પના લોકાર્પણ અવસરે પધાર્યા હતા

પશુપાલન થકી દિવસના ચોખ્ખા 6 હજાર રૂપિયાની આવક
અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે તેણી પાસે 100 ગાયો અને 50 વાછરડી છે. દિવસનું તેણી 700 લીટર દૂધ ભરાવે છે. વર્ષનું 63 લાખ 52 હજાર 427 રૂપિયાનું દુધ ભરાવ્યું છે. દિવસની 17 હજારની તેમની આવક થાય છે, જેમાંથી 6 હજાર તેમને ચોખ્ખા મળે છે. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે પીએમની કિસાન સન્માન નિધિ યોજના થકી તેમના ખાતામાં દર મહિને 2 હજાર જમા થાય છે, અત્યાર સુધી તેણીના ખાતામાં 11 હપ્તા એટલે કે 22 હજાર જમા થયા છે. જેથી તેણીએ હવે તેના પતિ સામે પૈસા માટે હાથ લાંબો કરવો પડતો નથી.

મહિલાઓએ કહ્યું હવે પતિ સામે હાથ લાંબો કરવો પડતો નથી
મહિલાઓએ કહ્યું હવે પતિ સામે હાથ લાંબો કરવો પડતો નથી

"નાનપણથી જ પશુપાલનનો ગજબનો શોખ"
વડાપ્રધાને અન્ય મહિલાઓ સાથે પણ વાતચીત કરેલી જેમાં એક યુવા પશુપાલક મહિલાએ જણાવ્યું હતું કે તેને નાનપણથી પશુપાલનનો શોખ હતો, જેથી તેણીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલન કરી ઓછા ખર્ચે સારી એવી કમાણી કરી હતી. જેમાં વડાપ્રધાને તેણી સાથે મજાક કરતાં પૂછેલું કે આનાથી તો તેણીની મિત્રો તેનાથી નારાજ થઈ જતી હશે, કે તે પશુઓના છાણ-મૂત્ર સાફ કરવા જાય છે. ત્યારે તેણીએ જણાવેલું કે બધાને પહેલાથી જ ખબર છે કે તેણીને નાનપણથી જ પશુપાલનનો શોખ છે.

"મોટો ફાયદો એ કે મારા બાળકોને સારું શિક્ષણ આપી શકી"
તેણી 2 વિઘા જમીન ધરાવે છે, આ વ્યવસાય તેના માટે જીવાદોરી સમાન છે. છેલ્લા 20 વર્ષથી તેણી પશુપાલન સાથે સંકળાયેલી છે. તેણીએ કહ્યું હતું કે અમે રોજ 100થી 120 લીટર દૂધ ભરાવીએ છીએ અને અમે જાતે જ કામ કરીએ છીએ. આનાથી મારું સામાજિક અને આર્થિક સ્તર ઘણું ઉંચુ આવ્યું છે. મને આનાથી મોટો ફાયદો એ થયો છે હું મારા બાળકોને સારું શિક્ષણ આપી શકી. આજે મારા બાળકો વકીલ અને ડોક્ટર છે.

અન્ય સમાચારો પણ છે...