સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભાની ચુંટણીને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિંમતનગરમાં તા. 1 ડિસેમ્બરને ગુરુવારે સભા યોજાનાર છે. આ સભાને લઈને 6 કલાક બે માર્ગો વાહનોની અવર-જવર માટે બંધ રહેશે તો સામે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ છે. જેને લઈને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
માર્કેટયાર્ડ આવતીકાલ સાંજ 6 વાગ્યા સુધી બંધ રહેશે
હિંમતનગરના માર્કેટયાર્ડ પાસે આવેલા વૈશાલી ગ્રાઉન્ડ પર 1લી ડિસેમ્બરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે. જેને લઈને વાહનો પાર્કિગ કરવા માટે માર્કેટયાર્ડ બંધ રાખવાનું છે. જ્યાં આજ બપોરે 12 વાગ્યાથી આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી માર્કેટ યાર્ડને બંધ રાખવામાં આવશે. આ અંગે હિંમતનગરમાં માર્કેટયાર્ડના મેનેજર મણીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે બપોરે 12 વાગ્યાથી આવતીકાલે ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધી માર્કેટયાર્ડ બંધ રહેવાનું છે. જેને લઈને ખેડૂતોને પોતાની ખેત પેદાશ આવતીકાલે સાંજે 6 વાગ્યે વેચાણ કરવા આવશે અને આવતીકાલે પણ માર્કેટયાર્ડમાં ખેત પેદાશના ખરીદ-વેચાણનું કામકાજ બંધ રાખવામાં આવશે.
જિલ્લાની ચાર વિધાનસભા માટે સભા
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના ખેડ તસીયા રોડ પર વૈશાલી ગ્રાઉન્ડ ખાતે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા આવતીકાલે તા.1 ડિસેમ્બરને ગુરુવારે બપોરે 12 વાગ્યે યોજાવવાની છે. જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને માટે બે માર્ગો છ કલાક વાહનોની અવર-જવર માટે બંધ રાખવામાં આવ્યા છે. તો સામે ભારે અને હલકા વાહનોની અવર-જવર માટે અલગ-અલગ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વાહનોની અવર-જવર બંધ
તા.1 ડિસેમ્બરના બપોરે 12 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી હિંમતનગરના સાબરડેરી ત્રણ રસ્તા થી રામપુરા ચાર સુધીનો જાહેર માર્ગ રસ્તો અને હિંમતનગરના મોતીપુરા ખેડ તસીયારોડ થી છાપરીયા ચાર રસ્તા સુધી વાહનોની અવર-જવર બંધ રહેશે.
વૈકલ્પિક રસ્તા ખુલ્લા
તા. 1 ડીસેમ્બરના બપોરે 12 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી છ કલાક બે માર્ગ બંધ કરવા સામે વૈકલ્પિક વ્યવસ્થા...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.