મેઘમહેર:સાબરકાંઠામાં સપ્તાહમાં સરેરાશ 4 ઇંચ વરસાદથી વાવેતર બેવડાયું

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાવીરનગર: સાડા ત્રણ ઇંચ વરસાદને પગલે હિંમતનગરના મહાવીરનગરમાં અને યાર્ડ આગળ પાણી ભરાયા હતા - Divya Bhaskar
મહાવીરનગર: સાડા ત્રણ ઇંચ વરસાદને પગલે હિંમતનગરના મહાવીરનગરમાં અને યાર્ડ આગળ પાણી ભરાયા હતા
  • સાબરકાંઠા- અરવલ્લીમાં વરસાદ : 91 મીમી હિંમતનગર : 71 મીમી ઇડર : 64 મીમી મેઘરજ : 56 મીમી વડાલી : 54 મીમી બાયડ : 39 મીમી ધનસુરા : 31 મીમી ભિલોડા
  • હિંમતનગરમાં 3.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા, રાહદારીઓ તો ઠીક વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઇ

સાબરકાંઠામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પ્રાંતિજ તાલુકાને બાદ કરતા સાર્વત્રિક વરસાદ થવાને પગલે ખેડૂત આલમ ઘેલમાં આવી ગયો છે અને જુલાઈના પ્રથમ પાંચ દિવસમાં ખરીફ વાવેતર લગભગ બેવડાઈ ગયું છે. હિંમતનગરમાં રાત્રે પોણો ઇંચ વરસાદ વરસ્યા બાદ શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ સહિત 3.5 ઇંચ વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

જેને પગલે તંત્રના આગોતરા આયોજનમાં અભાવ બહાર આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદ મેઘરજ તાલુકામાં 64 મીમી પડ્યો હતો, બાયડમાં 54 અને ધનસુરામાં 39 મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું.

યાર્ડ
યાર્ડ

30 જૂન ના રોજ સાબરકાંઠામાં 59041 હેક્ટરમાં ખરીફ વાવેતર થયું હતું. જુલાઈના પ્રથમ સપ્તાહમાં થયેલ વરસાદને પગલે 5 જુલાઈ સુધીમાં વધીને 95379 હેક્ટરમાં ખરીફ વાવેતર થઈ ચૂકયુ છે. જિલ્લામાં સરેરાશ 2,32,602 હેક્ટરમાં ખરીફ વાવેતર થાય છે મતલબ 40 ટકા વાવેતર થઈ ચૂકયુ છે.

ખેતીવાડી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મગફળીનું સૌથી વધુ 45,337 હેક્ટરમાં અને કપાસનો 30,982 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે તદુપરાંત સોયાબીન 3,657 હેક્ટર, મકાઈ 2401 હેક્ટર, શાકભાજી 5,370 હેક્ટર ઘાસચારો 4,687 હેક્ટર, અડદ 736 હેક્ટર, તુવેરનું 2000 હેક્ટર અને મગનું સૌથી ઓછું 15 હેક્ટરમાં વાવેતર થયું છે. પ્રાંતિજ અને તલોદ તાલુકાના ખેડૂતોએ વરસાદની રાહ જોયા વગર 274 હેક્ટરમાં ડાંગરનું પણ વાવેતર કર્યું છે.

ભૂવો
ભૂવો

શુક્રવારે બપોરે સુધીમાં 73 મીમી વરસાદ વરસતાં બીજા જ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા હતા. રાહદારીઓ તો ઠીક વાહન ચાલકોને પણ મુશ્કેલી ઉભી થઈ હતી. મહાવીરનગર અને છાપરીયા ચોકડી અને યાર્ડના ગેટ આગળ પાણી ભરાયા હતા. ઓવરબ્રિજ નીચે આવેલ વિસ્તાર અને જિલ્લા પંચાયત રેલ્વે ફાટક પાસે ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા. ગુરુવારે રાત્રી દરમ્યાન ઇડરમાં 71 મીમી, વડાલીમાં 56 મીમી, હિંમતનગરમાં 18 મીમી, પ્રાંતિજમાં 16 મીમી અને ખેડબ્રહ્મામાં 15 મીમી તથા ગુરુવારે રાત્રે વિજયનગરમાં 08 મીમી વરસાદ નોંધાયો હતો.

હિંમતનગર માર્કેટયાર્ડ આગળ અને મહાવીરનગર પાણી જ પાણી : તંત્રનું વરસાદ માપક યંત્ર વરસાદ ન હોય તો પણ 26 મી.મી. વરસાદ બતાવે
હિંમતનગરમાં સવારે 10:30 થી 12:00 કલાક દરમિયાન વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ડિઝાસ્ટર વિભાગે 10 થી 12 દરમિયાન 47 મીમી વરસાદ જાહેર કર્યો હતો. 12 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થઈ ગયો હતો પરંતુ ડિઝાસ્ટર વિભાગે બપોરે 12:00 થી 2 માં 26 મીમી વરસાદ જાહેર કરતા કરતા આશ્ચર્ય ફેલાયું હતું. ડિઝાસ્ટર નોડલ દ્વારા ઘટતું કરાય તે જરૂરી છે.

સાંજે 6 કલાક સુધી 24 કલાકનો વરસાદ .....
તાલુકોવરસાદકુલટકાવારી
હિંમતનગર9125930.98
ઇડર71132 13.62
વડાલી5624528.29
ખેડબ્રહ્મા1516319.57
પોશીના815718.78
વિજયનગર827032.37
તલોદ2212716.11
પ્રાંતિજ21597.23
સરેરાશ36.50 176.5 20.86

એક સપ્તાહમાં વરસાદ અને વાવેતરની તુલના

તાલુકો30 જૂન સુધીનો વરસાદવાવેતર8 જુલાઈસુધીનોવરસાદવાવેતર
હિંમતનગર481542225927133
ઇડર112054713227359
વડાલી52817324512319
ખેડબ્રહ્મા3321451635450
પોશીના40105157318
વિજયનગર12633292706274
તલોદ5629691277011
પ્રાંતિજ126354599519
કુલ475904116695379

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...