સાબરકાંઠામાં મોદીની સભા યોજાશે:હિંમતનગરમાં 1 લી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન, પુરજોશમાં તૈયારીઓ શરૂ

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ આ ચાર વિધાનસભામાં બીજા તબ્બકાની ચૂંટણીનું તા. 5 ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે. હાલ ચૂંટણી પ્રચાર અંતિમ ચરણોમાં ચાલી રહ્યો છે. ત્યારે હિંમતનગરમાં ભાજપના કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી. ત્યારબાદ શનિવારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો વિજય સંકલ્પ રોડ શો યોજાયો હતો. હવે તા. 1 ડિસેમ્બરે બપોરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે.

હિંમતનગરમાં વડાપ્રધાનની જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા હિંમતનગર ખેડ તસીયા રોડ પર આવેલ વૈશાલી ગ્રાઉન્ડ ખાતે યોજાવવાની છે. જેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તંત્ર ઉપરાંત ભાજપ સંગઠને પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ અંગે જિલ્લા ભાજપના મહામંત્રી વિજય પંડ્યાએ જણાવ્યું હતું કે, હિંમતનગરમાં ચાર વિધાનસભા માટે તા. 1 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે. આ સભાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તો હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજના ભાજપના ચારેય ઉમેદવાર સભામાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...