અચોક્કસ મુદતની હડતાલ યથાવત:આરોગ્ય કર્મચારીઓ દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદન, આશા અને ફેસીલીટર બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા

વિધાનસભાની ચુંટણીઓને લઈને રાજ્યમાં એક પછી એક સંગઠનો પોતાની માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલનું બ્યુંન્ગલ ફૂકી રહ્યા છે, તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ ત્રીજી વાર જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી સ્વીકારેલી માંગણીઓના પરિપત્ર કરવાની માંગ કરી હતી. તો જીલ્લાની આશા અને ફેસીલીટર બહેનો પણ માંગણીઓને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. બીજી તરફ હિમતનગરમાં LICના એજન્ટોએ કમીશન વધારાની માંગણી સાથે કામ કરવાનું બંધ કર્યું હતું અને સુત્રોચ્ચાર કર્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત આશા વર્કર યુનિયનના નેજા હેઠળ સાબરકાંઠા આશા વર્કર યુનિયન દ્વારા આશા વર્કર બહેનોની પડતર માંગણીઓને મુદ્દે સન્માનજનક વેતન ન મળવાથી કામગીરીથી અળગા રહી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની જાણ સાથે જીલ્લા આરોગ્ય અધિકારી કે.એસ.ચારણને જીલ્લા પ્રમુખ તાહેરાબેન ખણુસિયાએ આશા બહેનો સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે તાહેરાબેન ખણુસિયાએ જણાવ્યું હતું કે, જીલ્લાના આઠ તાલુકામાં આરોગ્ય વિભાગમાં PHC હેઠળ આશાવર્કર 1465 બહેનો અને 300થી વધુ ફેસીલીટરે પાયાની કામગીરી કરનાર આશા વર્કર બહેનો કરે છે. જેમાં માતા મરણ, બાળ મરણ ન થાય તેને લઈને નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

કોરોનાના સમયમાં પણ આશાવર્કરોએ પોતાની ફરજ નિભાવી છે. જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના આઠ તાલુકાની 47 PHC અને 221 સબ સેન્ટર પર મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર, તાલુકા હેલ્થ વીજીટર સહિતના 487 કર્મચારીઓ પડતર 13 માંગણીઓને લઈને આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલ પર 8 ઓગષ્ટના રોજ ઉતર્યા હતા.

આ અંગે સાબરકાંઠા જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બારોટે જણાવ્યું હતું કે 28માં દિવસે ત્રીજીવાર જીલ્લા આરોગ્ય અધિકારી કે.એસ.ચારણ,જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે ત્રણ માંગણીઓને લેખિત ઠરાવ અને પરિપત્ર ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે તે અંગેનું આવેદનપત્ર આપ્યું હતું.

હિંમતનગર LICના એજન્ટ બ્રાંચ એસોસીએશન દ્વારા 1લી સપ્ટેમ્બરના રોજથી કામ બંધ કરી દીધું હતું અને સુત્રોચ્ચાર કરી કમીશન વધારવા માંગ કરી હતી. આ અંગે પ્રમુખ રાહુલ પટેલ મંત્રી-નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જીલ્લામાં સાડા ત્રણ હજાર LIC એજન્ટો એમાં સક્રિય 700 એજન્ટ છે તો કમીશન વધારો, ગ્રુપ કમ ઇન્સ્યોરન્સ, પોલીસી હોલ્ડરોના બોનસ રેટ વધારો, એજન્ટ ગ્રેજયુઈટી 20 લાખ કરવા સહીત 20 માંગણીઓ અંગે સોમવારે હિંમતનગર LIC બ્રાંચમાં સીનીયર બ્રાંચ સંજય નાઈકને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...