માંગણી:બિલ્કિસ બાનો કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના વિરોધમાં આવેદનપત્ર

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓને સ્વસુરક્ષા માટે પ્રતિકાત્મક દંડાનું વિતરણ કરાયું
  • મહિલા અધિકાર મંચ દ્વારા સા.કાં. કલેક્ટરને આવેદન આપ્યું

15 ઓગસ્ટે બિલ્કીસ બાનો કેસના સજા કાપી રહેલ દોષિતોને મુક્ત કરવાના બહુ ચર્ચિત નિર્ણયના વિરોધમાં સોમવારે મહિલા અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સજા માફ કરવાના નિર્ણયનો વિરોધ કરાયો હતો અને દુષ્કર્મિયો ખુલ્લા ફરી રહ્યા હોવાથી મહિલાઓને સ્વસ્થ સુરક્ષા માટે સાંકેતિક રીતે દંડાનું વિતરણ કરાયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયા એ પ્રસંગને "આઝાદીના અમૃત મહોત્સવ" તરીકે ઉજવણી દરમિયાન 15 ઓગસ્ટે બિલકીસ બાનુ કેસના બળાત્કાર અને હત્યાના 11 દોષિતોને બાકીની સજા માફ કરી આઝાદ કરવાના ગુજરાત સરકારના આ વિવાદિત નિર્ણયનો ભારે વિરોધ થયો છે.

ત્યારે સોમવારે મહિલા અધિકાર મંચ દ્વારા આ નિર્ણયનો હિંમતનગર કલેકટર કચેરીએ વિરોધ કરી દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. મહિલા અધિકાર મંચના કન્વીનર નયનાબેન ડો. મિતાલીબેન સમોવા નીલમબેન પટેલ પદમાબેન વણિક અને ધર્મિષ્ઠાબેન પરમાર દ્વારા પ્રતીકાત્મક રીતે દંડા વિતરણ કરી સરકાર મહિલાઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ હોય બળાત્કારીયો ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે તમામ મહિલાઓએ સ્વરક્ષણ માટે દંડો ઉઠાવવાની હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...