લોકોએ તોબા પોકારી:મોડાસા પાસે રાજેન્દ્રનગર અને સોમનાથ મંદિર વિસ્તારમાં ચુડવેલના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી અને હિંમતનગરના રાજેન્દ્રનગર તેમજ આસપાસના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત સાથે જ ચુડવેલ નામની જીવાતનો ઉપદ્વવ વધી જતા લોકો આ જીવાતથી તોબા પોકારી ઉઠયા છે આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે દવાનો છંટકાવ કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠી છે.

રાજેન્દ્રનગરના અગ્રણી અને નિવૃત શિક્ષક આનંદભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મોડાસા ભિલોડા અને સાબરકાંઠાના છેવાડાના ગણાતા રાજેન્દ્રનગર પંથકમાં ચોમાસુ બરાબર જામ્યું પણ નથી અને અત્યાર સુધી માંડ ત્રણ-ચાર ઝાપટાં પડ્યાં છે ત્યારે સામાન્ય વરસાદ પડતાં જ માટીજન્ય એવી ચુડવેલ નામની જીવાતનો મોટી માત્રામાં ઉપદ્રવ થતાં સોમનાથ મંદિર સહિત ડુંગર અને સીમાડા નજીકના રહેણાંક વિસ્તારમાં વસતાં પરિવારોની હાલત દયનીય બની જવા પામી છે.

આ જીવાત નો ઉપદ્રવ દિવસે ન વધે તેટલો રાત્રે વધી જતી હોય છે અને જમીન ઉપર સતત સરકતી રહેતી આ આ જીવાતના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ જીવાત પગતળે કચડાતાં વાતાવરણમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી જાય છે. આ જીવાત વધતી જતી હોવાથી ત્યારે લોકોને રસોઈ બનાવવાથી માંડીને હરવું-ફરવું પણ મુશ્કેલ બન્યું છે

અન્ય સમાચારો પણ છે...