કાર્યવાહી:15 વર્ષ અગાઉ વિજયનગરમાંથી લીધેલ સેવ મીસ બ્રાન્ડેડ થતાં દંડ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવનું વેચાણ કરનાર 3 ને રૂં.7500નો દંડ ફટકારાયો
  • વેપારી, સપ્લાયર અને ઉત્પાદક સામે કોર્ટમાં કેસ દાખલ થયો હતો

વિજયનગરમાંથી 15 વર્ષ અગાઉ મીસ બ્રાન્ડેડ સેવનું વેચાણ કરવા મામલે વેપારી, સપ્લાયર અને ઉત્પાદક સહિત 5 શખ્સો વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ વિજયનગર કોર્ટે ત્રણ જણાને રૂ.2500 લેખે કુલ રૂ.7500નો દંડ ફટકાર્યો હતો. ફૂડ વિભાગના ડી.ઓ. બાબુલાલ ગણાવાએ વિગત આપતાં જણાવ્યુ કે પંદરેક વર્ષ અગાઉ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા વિજયનગરની મે. જયપ્રકાશ ચંપકલાલ શાહ નામની પેઢીમાંથી રાજહંસ બ્રાન્ડની સેવનો નમૂનો લીધો હતો.

જે મીસ બ્રાન્ડેડ ખોટી છાપવાળો, બેચ નંબર લખેલ ન હોવાનો રિપોર્ટ આવ્યા બાદ નમૂનો આપનાર, પેઢીના માલિક, સપ્લાયર પેઢીના માલિક ઉત્પાદક પેઢી અને ઉત્પાદક પેઢીના માલિક વિરુદ્વ વિજયનગર ફર્સ્ટ ક્લાસ જ્યુડીશિયલ કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જે ચાલી જતાં ખોરાક ભેળસેળ પ્રતિબંધક અધિનિયમ 1954 ની કલમ 2(9) અંતર્ગત તકસીરવાન ઠરાવી નમૂનો આપનાર નરેશકુમાર ચંપાલાલ શાહ, પેઢીના માલિક જયપ્રકાશ ચંપાલાલ શાહ અને સપ્લાયર પેઢીના માલિક ગાંધી ગીરીશચંદ્ર કેશવલાલને પ્રત્યેકને રૂ.2500 પ્રમાણે કુલ રૂ.7500 દંડ ભરવાનો અને દંડ ન ભરે તો બે માસની સજાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...