તંત્રને કાર્યવાહી કરવા માગ:બડોલીમાં બિનવારસી ઊંટને લઈને રાહદારીઓ પરેશાન

ઇડર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
બડોલી ગામમાં બિનવારસી ઊંટથી લોકો પરેશાન થાય છે. - Divya Bhaskar
બડોલી ગામમાં બિનવારસી ઊંટથી લોકો પરેશાન થાય છે.
  • તંત્ર દ્વારા ઊંટને યોગ્ય જગ્યાએ મોકલવા માંગ

ઇડરના બડોલી ગામે છેલ્લા છ સાત દિવસથી એક બિનવારસી ઊંટ ગામમાં ફરી રહ્યું છે. જ્યારે આ ઊંટ ના માલિક વિશે કોઈ જાણકારી મળતી નથી કે કોઈ વ્યક્તિ ઊંટ લેવા આવતું પણ નથી. ત્યારે ઊંટ બડોલી ગામના ઉમા કિરાણાની આજુબાજુના વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ બેસી રહે છે. જેને લઇ ને સ્થાનિક, પસાર થનાર અને શાળામાં આવતા જતા બાળકોને પણ ડર સાથે પસાર થવું પડે છે.

ત્યારે બાળકો માટે જોખમ રૂપ બાબત છે. બિનવારસી ઊંટને લઈ જીવદયા ગ્રુપને પણ રજૂઆત કરાઈ છે. તેમજ ઇડર ફોરેસ્ટ અધિકારીને પણ રજૂઆત કરાઈ હતી. આ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે આ પાલતુ પ્રાણી છે જે હમારા અંદર આવતું નથી તેમ છતાં મદદ કરવા માણસ મોકલવાનું જણાવ્યું હતું.પરંતુ કોઈ આગળ આવતું ન હોય તંત્ર દ્વારા ઊંટને યોગ્ય જગ્યાએ મોકલી અપાય તેવી માંગ ગ્રામજનો માં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...