સુમસામ ભાસતું રેલ્વે સ્ટેશન ધમધમતું થયું:રવિવારે પણ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી શકશે; હિંમતનગરથી અસારવા જવું હોય તો આ ખાસ વાંચો

સાબરકાંઠા (હિંમતનગર)18 દિવસ પહેલા

હિંમતનગરથી રેલ્વેમાં રવિવારે મુસાફરો અસારવા જઈ શકતા ન હતા. તો બીજી તરફ રેલ્વે સ્ટેશન પર પણ રવિવારે રજા જેવો માહોલ જોવા મળતો હતો, પરંતુ હવે નવી ત્રણ ટ્રેન શરૂ થતા રવિવારે પણ હિંમતનગરથી રેલ્વેમાં મુસાફરો અસારવા જઈ શકે, તેની શરૂઆત થઇ ગઈ છે. જેને લઈને રવિવારે સુમસામ ભાસતું રેલ્વે સ્ટેશન સવારે અને સાંજે ધમધમતું થયું છે.

હિંમતનગરથી રેલ્વેમાં રવિવારે હિંમતનગરથી અસારવા જવું હોય તો જઈ શકતા નહોતા. કારણ કે રવિવારે ડેમુ બંધ હોય છે અને સોમવારથી શનિવાર સુધી દરરોજ સવારે 6:30 કલાકે હિંમતનગરથી અસારવા, બપોરે 12 કલાકે અસારવાથી ડુંગરપુર ડેમુ આવે છે. તો સાંજે 5 કલાકે ડુંગરપુરથી અસારવા અને રાત્રે 9:30 કલાકે અસારવાથી હિંમતનગર ડેમુ આવે છે.

હિંમતનગરથી અસારવા રવિવારે જવું હોય તો કોઈ ટ્રેન ન હતી. બીજી તરફ ઉદેપુર-અસારવા ટ્રેન રવિવારે ચાલી રહી છે, પરંતુ સવારે અસારવાથી ઉદેપુર જાય છે. જે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર સવારે 8:25 કલાક આવે છે અને રાત્રે ઉદેપુરથી અસારવા જતી ટ્રેન હિંમતનગર રેલ્વે સ્ટેશન પર રાત્રે 9 કલાક આવે છે. જેને લઈને રવિવારે હિંમતનગરથી અસારવા માત્ર રાત્રે 9 વાગે જઈ શકાતું હતું.

જયપુર-અસારવા અને ઇન્દોર-અસારવા ટ્રેન શરુ થઇ છે. જેને લઈને હવે રવિવારે સવારે હિંમતનગરથી અસારવા મુસાફરો જઈ શકે છે. તો હોળીના તહેવાર પહેલા આજથી શરૂઆત થઇ છે. રવિવારે નહિ પણ દરરોજ સવારે અસારવા જવા માટે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર પ્રથમ જયપુરથી અસારવા જતી ટ્રેન નંબર 12981, 6:25 મીનીટે આવશે. બીજી ઇન્દોરથી અસારવા જતી ટ્રેન નંબર 19329 સવારે 9 કલાકે આવશે. તો સવારે અસારવાથી હિંમતનગર આવવા માટે અસારવાથી ઉદેપુર જતી ટ્રેન નંબર 19704 સવારે 8:25 કલાકે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર આવશે.

હવે સાંજે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર અસારવાથી હિંમતનગર આવવા માટે સાંજે 4 કલાકે અસારવા-ઇન્દોર ટ્રેન નંબર 19330 આવશે અને રાત્રે 8:20 કલાકે અસારવા-જયપુર ટ્રેન નંબર 12982 આવશે. તો રાત્રે 9 કલાકે હિંમતનગરથી અસારવા જવા માટે ઉદેપુર-અસારવા ટ્રેન નંબર 19703 આવશે.

આમ, રવિવારે સવારે હિંમતનગરથી અસારવા જવા માટે બે અને અસારવાથી હિંમતનગર આવવા માટે એક એમ ટ્રેન છે. તો સાંજે અસારવાથી હિંમતનગર આવવા માટે સાંજે અને રાત્રે બે ટ્રેન છે અને હિંમતનગરથી અસારવા જવા માટે એક ટ્રેન છે. એમ સાંજે પણ ત્રણ ટ્રેન છે.

અન્ય સમાચારો પણ છે...