આપઘાત:હિંમતનગરના નાની બેબારમાં પરિણીતાએ ગળા ફાંસો ખાધો

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ અગમ્ય કારણોસર ઝાડે સાડી વડે ફાંસો લગાવી 13 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો

હિંમતનગરના નાનીબેબારમાં બુધવાર બપોરે મકાનની નજીક આવેલા ખેતરમાં વડલાના ઝાડ સાથે ગળે ફાંસો લગાવી પરિણીતાએ મોતને વહાલું કરતાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના સસરાંએ જાણ કરતાં ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નાનીબેબારના રેખાબેન કમલેશભાઈ રામજીભાઈ નીનામા (31) ની તા.27-07-22 ના રોજ બપોરે બે એક વાગ્યે મકાનની બાજુમાં આવેલ ખેતરમાં વડલાના ઝાડ સાથે સાડીથી ગળે ફાંસો લગાવી લટકેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળા ઉમટ્યા હતા. 13 વર્ષના લગ્ન જીવનનો પરિણીતાએ કેમ અંત આણ્યો તે બાબત ચિંતાનો વિષય બની રહી છે. રામજીભાઈ કાળાભાઈ નિનામાની ફરિયાદને આધારે ગંભોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...