ફરિયાદ:ખેતીના કામ માટે રૂપિયાની જરૂર હોઇ પરિણીતા પાસે દહેજ માગ્યું

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદના નાણાંની પરિણીતાની પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ
  • લગ્નના બે મહિના બાદ સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું

હિંમતનગરના જિતોડ છાપરા(સરદારપુર) ગામની અને તલોદના નાણાંમાં પરણાવેલ મહિલાને પતિ, સાસુ અને સસરા ઘરકામ બાબતે તેમજ ખોટા વહેમ રાખી અને ખેતીના કામે પૈસાની જરૂર હોઇ દહેજની માંગ કરી ત્રાસ ગુજારતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જિતોડ છાપરા(સરદારપુર) ગામની નીકિતાબાના લગ્ન તલોદના નાણાંના ગામના કિસ્મતસિંહ બાબુસિંહ ઝાલા સાથે સમાજના રિતરિવાજ મુજબ થયા બાદ સાસરીમાં બે માસ સુધી સાસરિયાએ સારુ રાખ્યુ હતુ. પતિ કોલેજનો અભ્યાસ તેમજ ખેતી કરતા હોઇ આખો દિવસ બહાર રહેતા હતા. નિકિતાબાને પિયરમાંથી ફોન આવતા થોડો લાંબો સમય વાત કરતા હોવાથી સાસુ સજ્જનબેન પતિને ચઢવણી કરતા હતા કે તારી પત્ની કોઇની સાથે દરરોજ વાતો કરે છે

જેથી પતિએ ખોટા વહેમ કરી તેમજ ઘરના કામકાજ બાબતે અવાર નવાર હેરાન પરેશાન કરી તથા ઘરમાં પડેલ રૂ બાળી નાખેલ છે તેવા ખોટા આરોપો મૂક્યા હતા અને સસરા બાબુસિંહે અભેસિંહ ઝાલાએ તુ તારા બાપના ઘેરથી કરીયાવરમાં કંઇ લાવી નથી અમારે ખેતીના કામે પૈસાની જરૂર છે તારા બાપના ઘેરથી પૈસા લઇ આવ કહી દહેજની માંગણી કરી હતી. તા.22-04-22 ના રોજ પતિએ તું ઘરનું કામ સરખુ કરતી નથી કહી મારમાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...