પુત્રની ઘેલછાને લીધે ત્રાસ:હિંમતનગરના પાલજની પરિણીતાને દીકરીઓ જ થતાં પતિએ ડામ દીધાં

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ. 5 લાખ દહેજ માંગી કાઢી મૂકતાં 7 વ્યક્તિ સામે ફરિયાદ

પાલજની પરિણિતાને ત્રણ દિકરીઓનો જન્મ થતા સાસરીયાઓની ચઢમણીથી ત્રાસ ગુજારી પતિએ ડામ દઇ માર મારી રૂ.5 લાખ ગેરજ બનાવવા દહેજ માંગી કાઢી મૂકતા તલોદ પોલીસ સ્ટેશનમાં સાત જણા વિરૂદ્વ ફરિયાદ નોંધાવી હતી.

દિકરીઓનો જન્મથી સાસરીયાઓએ ત્રાસ આપવાનુ શરૂ કર્યું
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર પાલજની પરિણિતા જયશ્રીબેનના લગ્ન સોળેક વર્ષ અગાઉ રાજેશકુમાર રામાભાઇ પ્રજાપતિ સાથે લગ્ન થયા હતા અને સંયુક્ત કુટુંબમાં પતિ, સસરા રામાભાઇ, સાસુ ઉષાબેન, જેઠ નરેશભાઇ, જેઠાણી ગીતાબેન, દિયર કમલેશભાઇ અને દેરાણી રંજનબેન બધા એક ઘરમાં રહેતા હતા. લગ્નબાદ જયશ્રીબેનને ત્રણ દિકરીઓનો જન્મ થતા સાસરીયાઓએ નિરાશ થઇને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું અને જયશ્રીબેનને તુ અભાગણી છે દીકરીઓને જન્મ આપે છે તેવા મહેણા ટોણા મારતા હતા.

બધાએ સાથે મળીને માર માર્યો હતો​​​​​​​
પતિ રાજેશભાઇની ચઢવણી કરતા અપશબ્દો બોલી મારઝૂડ કરતા હતા અને ત્રણેક માસ અગાઉ પતિ દારૂ પીને ઘેર આવ્યા બાદ માર મારી ચુલામાંથી સળગતુ લાકડુ લઇ બંને હાથે તેમજ ડાબા પગના તળીયે ચાંપીને ડામ આપ્યા હતા.​​​​​​​ બધાએ ભેગા મળી માર માર્યો હતો. ત્યારબાદ પતિએ નવી ગેરજ બનાવવી છે રૂ.5 લાખ તારા બાપના ઘેરથી લઇ આવ કહી મારઝૂડ કરી કાઢી મૂકતા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત જણા વિરૂદ્વ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...