વિરોધ:સા.કાં.માં RBSK અંતર્ગત ભાડેથી ફરતાં વાહનમાલિકો હડતાળ ઉપર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સી દ્વારા શોષણની બૂમ સાથે વાહનમાલિકોમાં આક્રોશ

સાબરકાંઠામાં આરબીએસકે અંતર્ગત ભાડે ફરતા વાહનોના માલિકોએ મંગળવારે સવારે તેમના વાહનો જિ.પં.આગળ ખડકી દઇ અચોક્કસ મુદતની હડતાળનું એજન્સી દ્વારા શોષણ થતું હોવાના આક્ષેપ સાથે એલાન કરતાં ખળભળાટ મચી ગયો છે.

જિ.પં.ના આરોગ્ય, આઇસીડીએસ, પશુપાલન સહિતના વિભાગોમાં જગદંબા એજન્સી દ્વારા વાહનોની જરૂરિયાત પૂરી પડાય છે. વાહનચાલકોના આક્રોશ મુજબ એજન્સી જિલ્લા પંચાયત પાસેથી વાહનચાલકોના નામે રૂ.22,500 વસૂલે છે અને વાહન ચાલકોને રૂ.14,800 જેવી નજીવી રકમ ચૂકવે છે. જે તે સમયે સીએનજીના ભાવ રૂ.52 હતા અને અત્યારે સીએનજીના ભાવ રૂ.82 થવા છતાં એજન્સીએ શોષણ ચાલુ રાખ્યું છે જેને પગલે ઇકો ચાલકોએ એજન્સીની મનમાની સામે જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા દોડી ગયા હતા.

પરંતુ કોઇ પ્રતિસાદ ન મળતાં આરબીએસકેમાં ફરતા 40 થી વધુ ઇકો ચાલકોએ પોતાના વાહન જિ.પં. આગળ ખડકી દીધા હતા અને અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરી દીધું હતું. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે સાહજિક રીતે જ આ મામલો એજન્સી અને વાહન ચાલકોનો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...