હિંમતનગર ટાવર ચોક ખાતે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ કરુણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ માટે રન ફોર બર્ડસ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વન વિભાગ નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર તથા સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક વી. આર. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી પશુ-પક્ષીઓને ઇજા થતી હોય છે. તેમની સારવાર અર્થે રાજ્ય સરકારના ગુજરાત વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કર્યું. કરૂણા હેલ્પલાઇન નંબર 1962 તેમજ વોટ્સએપ નંબર 8320002000 શરુ કરવામાં આવ્યો છે. આપણી આસપાસ કોઈ ઘાયલ પશુ કે પક્ષી દેખાય તો મદદ માટે આ નંબર પર સંપર્ક કરીએ. આજથી 10 દિવસ કરુણા અભિયાનની શરૂઆત થઈ છે. જેને લઈને કરુણા અભિયાન અંતર્ગત રન ફોર બર્ડસ રેલી શહેરમાં જાગૃતિ ફેલાવતી હિંમતનગરના બગીચા વિસ્તારથી મહેતાપુરા, મોતીપુરા, મહાવીરનગર સર્કલ થઇ ટાવર ચોક ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ બાઈક સાથે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.