• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Organized A Rally Under Sweep Activities In Himmatnagar, Innovative Activities Were Undertaken By The District Election System For Maximum Voter Turnout.

મતદાન જાગૃતિ રેલી:હિંમતનગરમાં સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત રેલીનું આયોજન, મહત્તમ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરાઇ

સાબરકાંઠા (હિંમતનગર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારીના નેતૃત્વમાં જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા રેલી, ચિત્ર સ્પર્ધાઓ, મહેંદી સ્પર્ધા જેવી અવનવી પ્રવૃતિઓ દ્રારા મતદાન જાગૃતિનું કામ કરવામાં આવી રહ્યું છે.

હિંમતનગર શહેરની હિંમત હાઇસ્કૂલ ખાતે સ્વીપ નોડલ અધિકારી અને પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામીએ મતદાર જાગૃતિ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો અને શહેર તાલુકાના શિક્ષકોએ ઉપસ્થિત રહીને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ રેલી સહિત મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃતિમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર સાબરકાંઠા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...