સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજની એમ.સી. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના યજમાન પદે હિંમતનગરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આનર્ત કોલેજનો 32મો ચાર દિવસીય એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં 95 કોલેજના 1100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે.
ફ્લેગ ઓફ અને દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો
હિંમતનગરના ભોલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ રમત ગમત સંકુલમાં 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આનર્ત કોલેજનો 32મો ચાર દિવસીય એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ કરાયો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર જાબાલી જે.વોરા, રજીસ્ટાર પ્રોફેસર રોહિતકુમાર દેસાઈ, રમતગમત બોર્ડના ચેરમેન શૈલેશભાઈ પટેલ, એમ.સી. દેસાઈ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ કે.કે. શાસ્ત્રી અને આનર્ત 32 એથ્લેટિકના ઓર્ગેનાઇઝર ડૉ. મેહુલ ડી. પટેલે ફ્લેગ ઓફ અને દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો હતો.
આનર્ત 32 એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ
આ આનર્ત 32 એથ્લેટિક સ્પર્ધામાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની 95 કોલેજના 700 ભાઈઓ અને 400 બહેનો મળી 1100થી વધુ ખેલાડીઓએ 32મો ચાર દિવસીય એથ્લેટિક સ્પર્ધાના પ્રારંભે માર્ચ પાસ્ટ કરી હતી. ત્યારબાદ મશાલ દોડ કરી હતી. તો ફ્લેગ ઓફ અને દીપ પ્રાગટ્ય કરી આનર્ત 32 એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.